Lok Sabha Election 2024: આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ બહુમત નહીં મેળવી શકે, આ દિગ્ગજ નેતાએ કર્યો દાવો
Lok Sabha Election 2024: આ દિગ્ગજ નેતાએ કેરળ સાહિત્ય મહોત્સવમાં પોતાના વિચારો રજૂ કર્યા. પોતાના સંબોધનમાં એવો પણ દાવો કર્યો છે કે સત્તાધારી પાર્ટી ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં ગત પરિણામોની સરખામણીએ આ વખતે લગભગ `50 બેઠકો` હારી શકે છે.
Shashi Tharoor on Lok Sabha Election 2024: કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અને સાંસદ શશિ થરૂરે શુક્રવારે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે 2019ની જેમ એકતરફી એટલે કે લેન્ડ સ્લાઈડ વિક્ટ્રી હાંસલ કરવું લગભગ 'અશક્ય' હશે. કેરળથી કોંગ્રેસના સાંસદ થરૂરે પોતાની વાત દોહરાવતા કહ્યું કે મોટા ભાગે એવું શક્ય છે કે આગામી વર્ષે 2024માં દેશમાં થનારી સંસદીય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમત ન મળે.
હાઈલી એજ્યુકેટેડ સાંસદ શશી થરૂરે પોતાના સંબોધનમાં એવો પણ દાવો કર્યો છે કે સત્તાધારી પાર્ટી ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં ગત પરિણામોની સરખામણીએ આ વખતે લગભગ '50 બેઠકો' હારી શકે છે.
તિરુવનંતપુરમથી સાંસદ થરૂરે અહીં કેરળ સાહિત્ય મહોત્સવમાં પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે કહ્યું કે જો તમે જુઓ તો તેમણે (ભાજપ) 2019માં કેટલું સારું પ્રદર્શન કર્યું હતું. તેમની પાસે હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનમાં લગભગ તમામ સીટો હતી. બંગાળમાં 18 સીટો હતી.
આ મહિલા નેતાનો થઈ શકે છે મોદી કેબિનેટમાં સમાવેશ, ખાસ જાણો તેમના વિશે
બિહારમાં નીતિશને દબાવવા મોદીના હનુમાનને બનાવવા પડશે મંત્રી, મહારાષ્ટ્રને લાગશે લોટરી
ગંગા વિલાસ ક્રુઝ: 18 લગ્ઝરી સુઈટ અને 3,200 કિલોમીટરની સફર, જુઓ ક્રૂઝની અંદરના Photos
મહોત્સવના એક સત્રને સંબોધન કરતા કહ્યું કે જ્યારે ભાજપ અનેક રાજ્યોમાં સત્તા ગુમાવી શકે છે તો કેન્દ્રમાં પણ સત્તા ગુમાવવી કોઈ અશક્ય વાત નથી. આથી હવે એવું પરિણામ ફરીથી દોહરાવવું અશક્ય છે અને બની શકે કે ભાજપ વર્ષ 2024માં બહુમત મેળવી શકે નહીં.
કોંગ્રેસના નેતાએ વધુમાં એમ પણ કહ્યું કે પુલવામામાં હુમલા અને બાલાકોટ હુમલા બાદ ભાજપને 2019ની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ એક જબરદસ્ત ફાયદો થયો જે 2024માં દોહરાશે નહીં અને વિપક્ષને પણ આ વખતે ઘણો ફાયદો થશે. થરૂરને જ્યારે પૂછવામાં આવ્યું કે જો ભાજપ બહુમતી નહીં મેળવી શકે તો વિપક્ષી દળો એકજૂથ રહી શકશે. તો આ સવાલના પર કોંગ્રેસ નેતાએ ગોળગોળ જવાબ આપતા કહ્યું કે તેનો જવાબ આપવો અશક્ય છે.
(ઈનપુટ- ન્યૂઝ એજન્સી ભાષા)
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube