ત્રિપુરાઃ ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીમાં BJPએ જીતી મોટાભાગની બેઠકો
ત્રિપુરામાં સત્તામાં રહેલી ભાજપે ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીમાં વિરોધ પક્ષોનો સફાયો કરી નાખ્યો છે. રાજ્યની ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પંચાયતની લગભગ તમામ સીટો પર પાર્ટીએ કબ્જો જમાવ્યો છે
અગરતલાઃ ત્રિપુરામાં સત્તામાં રહેલી ભાજપે ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીમાં વિરોધ પક્ષોનો સફાયો કરી નાખ્યો છે. રાજ્યની ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પંચાયતની લગભગ તમામ સીટો પર પાર્ટીએ કબ્જો જમાવ્યો છે. ગયા શનિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 85 ટકા સીટો પર વિજય મેળવ્યો છે.
રાજ્યના ચૂંટણી અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, "994માંથી મોટાભાગની સીટ પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. ઉત્તર ત્રિપુરાની 5 ગ્રામ પંચાયતની સીટ પર કોંગ્રેસ અને સીપીઆઈએમના ઉમેદવાર જીત્યા છે. અનેક જિલ્લાઓમાં મતગણતરી ચાલુ છે, અંતિમ પરિણામ મોડી રાત સુધી આવશે."
કોંગ્રેસ અને સીપીઆઈએમ પંચાયત સમિતિ અને જિલ્લા પંચાયતની એક પણ સીટ જીતી શક્યા નથી. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી મંચે જુલાઈ મહિનાની શરૂઆતમાં ગ્રામ પંચાયતની 6646 સીટની ચૂંટણીની જાહેરાત કરી હતી. જેમાં ભાજપના 83 ટકા ઉમેદવાર નિર્વિરોથ ચૂંટાયા હતા.
જૂઓ LIVE TV...