ઓરંગાબાદ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)પ્રમુખ રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ના ગોટાળા કરીને ભાજપ ગત્ત ચૂંટણીમાં જીતને આવી હતી. ઠાકરેએ કહ્યું કે, ભાજપ નેતૃત્વની એનડીએ સરકાર 2019માં સત્તામાં નહી આવે કારણ કે આ સરકાર દરેક મોર્ચા પર નિષ્ફળ રહી છે. મરાઠવાડાની છ દિવયની યાત્રા પહેલા દિવસે પત્રકારો સાથે ચર્ચા કરતા તેમણે પુછ્યું કે, ઇવીએમનાં કારણે ભાજપ ગત્ત ચૂંટણીમાં જીતી. અન્યથા, કઇ રીતે કોઇ ઉમેદવારને એક પણ મત્ત નહોતો મળી શક્યો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ ઠાકરેએ કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર પર હૂમલો કરતા કહ્યું કે, ભાજપ અને શિવસેના દરેક મુદ્દે નિષ્ફળ સાબિત થઇ છે. તેમણે કહ્યું કે, આજે ખેડૂત પરેશાન છે. ક્યારેક તે રસ્તા પર શાકભાજી ફેંકે છે તો ક્યારેક દુધ. આ તમામ બાબતો સરકારની નિષ્ફળતાને દર્શાવે છે. તેમણે કહ્યું કે, બંન્ને દળોને આ વખતે પ્રદેશ અને દેશની જનતા તેમને પાઠ ભણાવશે.. રાજ ઠાકરેએ કેન્દ્ર સરકારને દેશનાં અલગ અલગ હિસ્સાઓમાં થઇ રહેલી મારપીટની ઘટનાને મારી નાખવાની ઘટનાઓ માટે પણ દોષીત ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે, દેશમાં અરાજકતાની પરિસ્થિતી છે. રસ્તા પર નિકળેલા લોકોને ડર રહે છે કે તેઓ ટોળાનો શિકાર ન બની જાય. તેમણે કહ્યું કે, આ હિંસક ભીડને સરકારનું સંરક્ષણ પ્રાપ્ત છે. આરોપીઓને સરકારના મંત્રી સન્માનિત કરી રહ્યા છે. 

ઠાકરેની આ યાત્રાનો ઇરાદો મરાઠાવાડમાં મનસેને મજબુત કરવાની છે. પાર્ટી રાજ્યમાં રાજનીતિક સત્તા પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરી રહી છે. મહારાષ્ટ્રની 2009ની વિધાનસભામાં આ પાર્ટીનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. જો કે ત્યાર બાદ 2014માં વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પાર્ટી હાશિયામાં ધકેલાઇ ગઇ હતી.