અરવિંદ કેજરીવાલની હત્યા કરવા ઈચ્છે છે ભાજપ, સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ
Delhi CM Residence Attack: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર થયેલા હુમલાને કારણે રાજનીતિ ગરમ થઈ ગઈ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બુધવારે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે, અરવિંદ કેજરીવાલની હત્યાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સિસોદિયાએ કહ્યુ કે, ભાજપ કેજરીવાલને હરાવી ન શકે, તેથી મારવા ઈચ્છે છે. દિલ્હીના મુખ્યમંત્રીના ઘરની બહાર ભાજપ યુવા મોર્ચાના પ્રદર્શનને સિસોદિયાએ કેજરીવાલની હત્યાનો પ્રયાસ ગણાવ્યો અને કહ્યું કે આ પ્રી-પ્લાન્ડ હતું.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રીના ઘર પર હુમલાનો દાવો કરતા કહ્યુ કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત અને ભાજપની હારને કારણે ભાજપ કેજરીવાલનું મર્ડર કરાવવા ઈચ્છે છે. પોલીસ ઈરાદાપૂર્વક ભાજપના ગુંડાને સીએમ આવાસ સુધી લઈને ગઈ. તેમણે સીએમ આવાસની સામે સીસીટીવી કેમેરા અને બેરિયર તોડી નાખ્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube