નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીની દિલ્હી શાખાએ પાકિસ્તાનમાં મહારાજા રણજીત સિંહની પ્રતિમા તોડવાના વિરોધમાં આજે દિલ્હી સ્થિત પાકિસ્તાન ઉચ્ચાયોગ(Pakistan High Commission) ની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. અત્રે જણાવવાનું કે 19મી સદીના મહારાજા રણજીત સિંહની પ્રતિમાને પાકિસ્તાનના લાહોરમાં તોડવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રતિમા તોડનારા સંગઠન પર પ્રતિબંધ લાગે-ભાજપ
ભાજપના કાર્યકરોએ કહ્યું કે કાલે પાકિસ્તાનમાં જે પ્રકારે તાલિબાની માનસિકતાથી મહારાજા રણજીત સિંહની મૂર્તિ તોડવામાં આવી તેના વિશે અમે કહેવા માંગીએ છીએ કે ભારતની જનતા અને ભાજપ તેને સહન કરશે નહીં. અમે માગણી કરીએ છીએ કે તરત દોષિતો વિરુદ્ધ કાર્યવાહી થાય અને જે સંગઠને આ કામ કર્યું છે તેને પ્રતિબંધિત કરવામાં આવે. 


ભારતે આકરી ટીકા કરી
ભારતે લાહોરમાં મહારાજા રણજીત સિંહની પ્રતિમાને તોડવાની ઘટનાની આકરી ટીકા કરી અને કહ્યું કે પાકિસ્તાન પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે અને અલ્પસંખ્યક સમુદાયોમાં ભયનો માહોલ બની રહ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યક સમુદાયો વિરુદ્ધ હિંસા સહિત તેમના પૂજા સ્થળો, સાંસ્કૃતિક કેન્દ્રો અને ખાનગી સંપત્તિઓ પર હુમલા ખતરનાક સ્તરે વધી ગયા છે. 


Pakistan: લાહોરમાં ત્રીજી વખત તોડવામાં આવી મહારાજા રણજીત સિંહની મૂર્તિ, આરોપી TLP ના સભ્યની ધરપકડ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube