શુક્રવારે સાંજે 4.30 કલાકે શપથ લેશે યોગી આદિત્યનાથ, આ નેતા બન્યા પ્રોટેમ સ્પીકર
ભારતીય જનતા પાર્ટીએ સરકારની રચના પહેલાં પ્રોટેમ સ્પીકરનું નામ નક્કી કરી લીધુ છે. ભાજપના ધારાસભ્ય રમાપતિ શાસ્ત્રીને રાજ્યપાલે પ્રોટેમ સ્પીકર નિમણૂક કર્યા છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં 25 માર્ચે ભારતીય જનતા પાર્ટીની સરકારનો શપથ ગ્રહણ સમારોહ થવાનો છે. તેની તારીખ પહેલાથી નક્કી કરી દેવામાં આવી હતી અને હવે સમયનો પણ ખુલાસો થઈ ગયો છે. યોગી આદિત્યનાથ શુક્રવાર 25 માર્ચે સાંજે 4.30 કલાકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે બીજીવાર શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ લખનઉના અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. 10 માર્ચે આવેલા ચૂંટણી પરિણામમાં ભાજપે મોટી જીત હાસિલ કરી છે, ત્યારબાદ હવે સરકારની રચના થઈ રહી છે.
ભારતીય જનતા પાર્ટીની સરકારની રચના પહેલાં પ્રોટેમ સ્પીકરનું નામ પણ નક્કી થઈ ગયું છે. ભાજપના ધારાસભ્ય રમાપતિ શાસ્ત્રીને રાજ્યપાલે પ્રોટેમ સ્પીકર બનાવ્યા છે. રમાપતિ શાસ્ત્રી 26 માર્ચે યુપી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેશે.
કોને મળ્યું આમંત્રણ
યોગી આદિત્યનાથના શપથ ગ્રહણમાં સામેલ થવા માટે ભાજપ સંગઠને ભાજપ શાસિત 12 રાજ્યોના મુખ્યમંત્રી અને પાંચ નાયબ મુખ્યમંત્રીઓને આમંત્રણ મોકલ્યા છે. આ સિવાય શપથ સમારોહમાં સામેલ થવા માટે યુપીના મોટા ઉદ્યોગપતિઓ અને આઈએમએને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ઉત્તરાખંડ: દેવભૂમિમાં ફરીથી ધામી સરકાર, શપથ વિધિમાં સામેલ થયા PM મોદી
નાથ સંપ્રદાય સહિત તમામ મોટા મઠોના સાધુ સંતોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. બાબા રામદેવ, મથુરા, વૃંદાવન, અયોધ્યા હરિદ્વાર સહિત દેશના ઘણા રાજ્યોમાંથી સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો પાર્ટીએ યુપી ચૂંટણી અભિયાનમાં લાગેલા 2500 પ્રવાસી કાર્યકર્તાઓને પણ બોલાવ્યા છે.
કેવી છે તૈયારી
શપથ ગ્રહણ સમારોહ માટે ભારતીય જનતા પાર્ટીએ મોટા પાયે તૈયારી કરી છે. એરપોર્ટથી ઇકાના સ્ટેડિયમ અને ભાજપ કાર્યાલય સુધી વિશેષ રૂટ પર સજાવટ કરવામાં આવશે. આ સિવાય લખનઉના 130 સર્કલને ખાસ રીતે સજાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube