હિન્દુત્વ વિવાદ પર BJP નું મોટું નિવેદન, `કોંગ્રેસ શાસનમાં આંશિક રીતે મુસ્લિમ રાષ્ટ્ર હતું ભારત`
ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ એક પત્રકાર પરિષદમાં કહ્યુ કે, કોંગ્રેસ કાળમાં ભારત એક મુસ્લિમ રાષ્ટ્ર હતું. તેમણે રાહુલ પર પણ હુમલો કરતા કહ્યુ ક, તેણે બીજીવાર પુસ્તકો વાંચવાની જરૂર છે.
નવી દિલ્હીઃ હિન્દુત્વની આલોચનાના મુદ્દા પર કોંગ્રેસ પર હુમલો કરતા ભારતીય જનતા પાર્ટીએ શનિવારે દાવો કર્યો કે, ભારત કોંગ્રેસના શાસનમાં આંશિક રૂપથી એક 'મુસ્લિમ રાષ્ટ્ર' હતું કારણ કે શરિયાની જોગવાઈઓ બંધારણનો ભાગ હતી અને તેને ઉપર રાખવા માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયોને પણ પલટી દેવામાં આવતા હતા.
હિન્દુત્વને બદનામ કરવાનો કેમ્પ ચલાવી રહ્યા છે રાહુલ?
ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી (Sudhanshu Trivedi) એ પાર્ટી મુખ્યાલયમાં આયોજીત એક પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો કે, ત્રિપુરામાં એક મસ્જિદ સળગાવવાના ખોટા સમાચારને લઈને મહારાષ્ટ્રમાં થયેલી હિંસા અને કોંગ્રેસ નેતાઓની હિન્દુત્વ વિરુદ્ધ નિવેદનબાજી સ્વયં નથી પરંતુ એક ષડયંત્રનો ભાગ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કરતા તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યુ અને કહ્યું- તે (રાહુલ) પોતાના કાર્યકર્તાઓને તાલીમ આપી રહ્યા છે કે હિન્દુત્વ પ્રત્યે પ્રત્યે અવમાનનાની પ્રશિક્ષણ શિબિર ચલાવી રહ્યા છે કે પછી સાંપ્રદાયિક વિદ્રેષ, વૈમનસ્ય અને હિંસા ઉત્પન્ન કરવાની એક વ્યાપક વ્યસ્થિત યોજના ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો- ભારતનો આ સૌથી મોટો ખજાનો ક્યાં ગાયબ થઈ ગયો, આજ સુધી રહસ્ય છે અકબંધ
વિચારધારાને લઈને હુમલો જારી
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના એક પ્રશિક્ષણ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરતા કહ્યુ હતુ કે હિન્દુ ધર્મ અને હિન્દુત્વ અલગ-અલગ અવધારણાઓ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ દ્વારા પોતાના પુસ્તકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠન અને ભાજપની વિચારધારાની તુલના આતંકવાદી સંગઠનો સાથે કરાયા બાદ ભાજપ કોંગ્રેસ ઉપર હુમલો કરી રહ્યુ છે.
રાહુલને આપી ચેતવણી
મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજના શાસનને હિન્દુત્વથી સંબંધિત ગણાવતા ત્રિવેદીએ કહ્યુ કે રાહુલ ગાંધી આ વસ્તુને સમજી શકશે નહીં, તેથી તેમણે પોતાની પાર્ટીના નેતાઓ મહાત્મા ગાંધી, બાળ ગંગાધર તિલક અને જવાહરલાલ નેહરૂને વાંચવા જોઈએ. તેમણે કહ્યું કે, નેહરૂએ પોતાના પુસ્તક, 'ભારત એક ખોજ'માં લખ્યુ છે કે હિન્દુ શબ્દ એક વ્યાપક ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં પ્રયોગ થયો છે અને તેને કોઈ નાના સંદર્ભમાં પ્રયોગ કરવો ખોટો છે.
આ પણ વાંચો- Maharashtra: ગઢચિરૌલીના જંગલોમાં C-60 કમાન્ડોની કાર્યવાહી, 26 નક્સલીઓનો સફાયો
ભારતને મુસ્લિમ રાષ્ટ્ર કહ્યું
ત્રિવેદીએ કહ્યું, 'હું જવાબદારીપૂર્વક કહું છું કે નરેન્દ્ર મોદીની સરકાર આવી તે પહેલાં, કોંગ્રેસના યુગ-એ-હુકુમતમાં... અમુક અંશે, અટલજી (અટલ બિહારી વાજપેયી)ના યુગને છોડીને... ભારત આંશિક રીતે મુસ્લિમ રાષ્ટ્ર હતું. કારણ કે શરિયાની જોગવાઈઓ બંધારણનો ભાગ હતી. પછી ભલે તે તલાક-એ-બિદ્દત હોય, મહોરમ હોય, પછી હજ સબસિડી હોય. એટલું જ નહીં... હું આવું કેમ કહું છું? શરિયાની જોગવાઈને બંધારણથી ઉપર મૂકવા માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સંસદમાં પલટાવવામાં આવ્યો હતો. મુસ્લિમ દેશોમાં પણ આવું બન્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube