Rajasthan Bypolls Result: રાજસ્થાનની સાત વિધાનભા સીટો પર યોજાયેલી પેટાચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. કોંગ્રેસ પોતાની પાંચ સીટોમાંથી માત્ર એક જ જીત હાંસિલ કરી શકી છે. અહીં 2300 વોટોથી કોંગ્રેસ ઉમેદવારની જીત બાદ બીજેપી ઉમેદવાર જગમોહન મીણાએ રિકાઉન્ટિંગની માંગ કરી, જેણે કલેક્ટરે માન્ય રાખ્યું છે. જ્યારે બીજેપી પાંચ સીટો જીતવામાં સફળ રહી. તેમણે એકમાત્ર સલુંબર સીટ પર મુકાબલાનો સામનો કરવો પડ્યો. અહીં બીજેપીની શાંતા મીણાએ ભારત આદિવાસી પાર્ટીના જિતેશ કુમાર કટારાને 1285 વોટોથી હરાવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

55 કિમીની ઝડપે પવન ફૂંકાશે, આસપાસના વિસ્તારોમાં વિનાશ! જાણો અંબાલાલની મહાભયાનક આગાહી


ચૌરાસી સીટ પર ભારત આદિવાસી પાર્ટીએ પોતાની જીત જાળવી રાખી છે. અહીં બીએપીના અનિલ કુમાર કટારાએ ભાજપના કારિલાલને 24370 વોટોના અંતરથી હરાવ્યા. પેટાચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું. હનુમાન બેનીવાલની પત્ની કનિકા બેનીવાલ ખિંવસરથી ચૂંટણી હારી ગયા છે. અહીં બીજેપીના રેવંત રામ ડાંગાએ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીની કનિકા બેનીવાલને 13901 વોટોના અંતરથી હરાવ્યા છે.


વાવમાં વટ પાડ્યા બાદ ZEE 24 KALAK પર PATILની સૌથી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું


દોસા સીટ પર કોંગ્રેસના દીન દયાલ બેરવાના જીતવાથી સચિન પાયલટનું કદ વધ્યું છે, કારણ કે પાયલટે અહીં બે દિવસ સુધી તેમના માટે ધુઆંધાર પ્રચાર કર્યો હતો. આ સીટથી બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનની હાલની સરકારમાં કેબિનેટ મંત્રી કિરોડી લાલ મીણાના ભાઈ જગમોહન મીણા 2300 વોટોના અંતરથી ચૂંટણી હારી ગયા છે. આ પરિણામથી કિરોડી લાલ મીણાની સાખને તગડો ઝટકો લાગ્યો છે. દેવલી-ઉનિયારામાં બીજેપીના રાજેન્દ્ર ગુર્જરને જીત મળી છે. તેમણે અપક્ષ ઉમેદવાર નરેશ મીણાને 41121 વોટોના અંતરથી હરાવ્યા. કોંગ્રેસના કસ્તૂર ચંદ્ર મીણા અહીં ત્રીજા નંબર પર રહ્યા.


ભાઈ માટે 'સાસરી' વાવમાથી તો મામેરું ભર્યું પણ ગેનીબેન 'પિયર' ભાભરમા કંઈ ના કરી શક્યા


ઝુંઝુનુમાં પણ અપક્ષ ઉમેદવાર રાજેન્દ્ર ગુઢાના કારણે કોંગ્રેસ ઉમેદવાર અમિત ઓલા ચૂંટણી હારી ગયા. કોંગ્રેસના આ પરંપરાગત સીટ પર બીજેપીના રાજેન્દ્ર ભાંબૂને સૌથી મોટી જીત મળી છે. રાજેન્દ્ર ગુઢાએ 38751 વોટ પ્રાપ્ત કર્યા અને ત્રીજા સ્થાન પર રહ્યા. ભાજપના રાજેન્દ્ર ભામ્બુએ કોંગ્રેસના અમિત ઓલાને 42848 મતોની સરસાઈથી હરાવ્યા હતા. ભાજપ 2013 થી સલુમ્બરમાં જીતી રહ્યું હતું અને આ વખતે તેના ધારાસભ્ય અમૃત લાલ મીણાના નિધનને કારણે આ બેઠક ખાલી પડી હતી.


વાવમાં વટ અને વર્ચસ્વના લિટમસ ટેસ્ટમાં કદાવર નેતા શંકરભાઈ ચૌધરી પાસ, ગેનીબેન ગયા ફેલ


ભાજપે પોતાના સ્વર્ગસ્થ ધારાસભ્ય અમૃત લાલ મીણાની પત્ની શાંતા દેવીને સલૂંબરથી ટિકિટ આપી હતી. BAPના જીતેશ કુમાર કટારાએ ભાજપના ઉમેદવારને ટક્કર આપી હતી અને શાંતા દેવી માત્ર 1285 મતોથી જીતી શક્યા હતા. રામગઢમાં ભાજપના સુખવંત સિંહ પણ જીત્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ઝુબેર ખાનના નિધનને કારણે આ બેઠક ખાલી પડી હતી. સુખવંત સિંહે અહીં આર્યન ઝુબેરને 13636 વોટથી હરાવ્યા હતા.