નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) અને ભાજપે સંગઠનમાં મોટુ પરિવર્તન કર્યું છે, રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ રામલાલને તેનાં પદ પરથી હટાવીને તેને નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે આરએસએસના સહસંપર્ક પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ભાજપમાં તેમની જવાબદારી સહ સંગઠન મંત્રી વી. સતીશ નિભાવશે. જો કે વી. સતીશનાં નામની અધિકારીક રીતે જાહેરાત નથી થઇ, જો કે તેનું નામ જ સૌથી આગળ ચાલી રહ્યું છે. 


દિલ્હી કોંગ્રેસનો કકળાટ ફરી સામે આવ્યો, શીલાના નિર્ણય પર ચાકોએ ઉઠાવ્યા સવાલ !
કર્ણાટકનાં બળવાખોર ધારાસભ્યો પહોંચ્યા શિરડી, દરેક પક્ષ ઠોકે છે દાવા !
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપમાં રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ સંઘના વરિષ્ઠ પ્રચારક હોય છે, જે ભાજપ અને આરએસએસની વચ્ચે સમન્વયનું કામ કરે છે. 2006 થી રામલાલને ભાજપમાં સંગઠન મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે. રામલાલા એક દસકાથી ભાજપના સંગઠનમાં જવાબદારી સંભાળી રહ્યા હતા. હવે તેમને આરએસએસમાં પરત ફર્યા છે.