લખનઉ: ઉન્નાવ રેપ પીડિતા અને તેના પરિવારના માર્ગ અકસ્માતના ષડયંત્રની શંકા સતત ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની તરફ થતી હોવાનું સામે આવી રહ્યું હતું. યુપી પોલીસે પીડિતાના કાકાની ફરિયાદના આધારે કુલદીપ સિંહ સેંગર સહિત અન્ય લોકો પર હત્યાનો કેસ નોંધ્યો, પરંતુ પીડિત પરિવાર અને વિપક્ષની માગના કારણે ભાજપે ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ઉન્નાવ રેપ કેસ: પીડિતાએ અકસ્માત પહેલા CJIને લખ્યો પત્ર, કરી હતી આ માગ


યુપી ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહએ ZeeNews સાથે વાતચીત કરતા કહ્યું કે, કુલદીપ સિંહ સેંગર પર પાર્ટીએ કડક કાર્યવાહી કરી છે. કુલદીપ સિંહ સેંગરને પહેલા પણ પાર્ટીથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને અમે તેમનું સસ્પેન્શન ચાલુ રાખીશું. કુલદીપ સિંહ સેંગરને હવે ભાજપથી કોઇ લેવા-દેવા નથી. કાયદો તેનું કામ કરશે.


Live: ટ્રિપલ તલાક બિલ પર રાજ્યસભામાં ચર્ચા, JDUનું વોકઆઉટ, BJDનું સરકારને સમર્થન


સ્વતંત્ર દેવ સિંહએ કહ્યું કે સીબીઆઇ બંને મામલે તપાસ કરશે અને જે દોષિત હશે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. યુપી સરકાર પીડિત પરિવારની સાથે છે. તો બીજી બાજુ, વિપક્ષ પર નિશાન સાધતા યુપીના ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહએ કહ્યું કે, સપા-બસપા અને કોંગ્રેસની પાસે કોઇ મુદ્દો નથી તો આ મુદ્દા પર રાજકારણ કરી રહ્યાં છે. આ એક દુ:ખદ ઘટના છે, જેને લઇને ભાજપ સરકાર ખુબજ સંવેદનશીલ છે.


વધુમાં વાંચો:- ટ્રિપલ તલાક: શાહે સાંસદોને કહ્યું- રાજ્યસભામાં મત વિભાજન સમયે હાજરી જરૂરી


તમને જણાવી દઇએ કે, ઉન્નાવ રેપ પીડિતા હજુ પણ લખનઉથી KGMU ટ્રોમા સેન્ટરમાં જીવન અને મોત વચ્ચેની લડાઇ લડી રહી છે. પીડિતાના વકીલની પણ હાલત નાજુક છે. બંને જ વેન્ટીલેટર પર છે. આ વચ્ચે યુપી સરકારે ગઇકાલે મોડી રાત્રે આ દુર્ઘટનાની સીબીઆઇ તપાસના આદેશ પણ આપ્યા છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..