ભાજપને હવે પોતાનાં મિત્રોની યાદ આવી રહી છે, પરંતુ અમારૂ વલણ નહી બદલાય: શિવસેના
ભાજપ અધ્યક્ષ અમિત શાહની તરફથી આપવામાં આવેલા દોસ્તીનાં પ્રસ્તાવ છતા પણ શિવસેનાએ ખુબ જ ઠંડી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીનું કહેવું છે કે, તેનાં વલણમાં કોઇ ફેરફાર નહી આવે અને પાર્ટી એકલી જ ચૂંટણીમાં ઉતરશે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છ એપ્રીલે પાર્ટીનાં સ્થાપના દિવસ પ્રસંગે કહ્યું હતું કે, પાર્ટીને તે વાતની આશા છે કે, ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેનાં એન્ડીએમાં જળવાઇ રહેશે. શાહે કહ્યું હતું, તે (શિવસેના)હાલ અમારી સાથે સરકારમાં છે. આ અમારી પ્રબળ ઇચ્છા છે કે તે અમારી સાથે ટકી રહે.
મુંબઇ : ભાજપ અધ્યક્ષ અમિત શાહની તરફથી આપવામાં આવેલા દોસ્તીનાં પ્રસ્તાવ છતા પણ શિવસેનાએ ખુબ જ ઠંડી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીનું કહેવું છે કે, તેનાં વલણમાં કોઇ ફેરફાર નહી આવે અને પાર્ટી એકલી જ ચૂંટણીમાં ઉતરશે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છ એપ્રીલે પાર્ટીનાં સ્થાપના દિવસ પ્રસંગે કહ્યું હતું કે, પાર્ટીને તે વાતની આશા છે કે, ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેનાં એન્ડીએમાં જળવાઇ રહેશે. શાહે કહ્યું હતું, તે (શિવસેના)હાલ અમારી સાથે સરકારમાં છે. આ અમારી પ્રબળ ઇચ્છા છે કે તે અમારી સાથે ટકી રહે.
માનવામાં આવી રહ્યું હતું કે, ભાજપનાં પ્રસ્તાવ પર શિવસેનાં પોતાનાં વલણમાં કોઇ નરમ વલણ દેખાડે પરંતુ પાર્ટીએ તેનીથી ઉલટ ભાજપ પર નિશાન સાધ્યું છે. શિવસેનાંનાં વરિષ્ઠ નેતા સુભાષ દેસાઇએ કહ્યું કે, ભાજપે અચાનક પોતાનો સુર બદલી લીધો છે અને તે એનડીએમાં પોતાનાં સહયોગીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. શાહે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, 2019માં પણ અમે એનડીએની સરકાર બનાવીશું અને ભાજપ(પોતાનાં દમ પર લોકસભા ચૂંટણીમાં)બહુમતીની સાથે જીત પ્રાપ્ત કરશે.
થાણેમાં કાલે રાત્રે દેસાઇએ જનસભામાં કહ્યું કે, હંમેશા પોતાનાં દમ પર સત્તામાં આવવાનો દાવો કરનાર ભાજપને હવે પોતાનાં મિત્રોની યાદ આવી રહી છે. ગત્ત છ મહિનામાં તેનો સુર બદલી ગયો છે. હવે તે એનડીએ અંગે વાત કરી રહી છે. તેમણે કહ્યું કે, ઠાકરે રાજ્યમાં અને પાર્ટીમાં સૌથી લોકપ્રિયનેતા છે. તેનાં નેતૃત્વમાં પાર્ટી પોતાનાં દમ પર મહારાષ્ટ્રની સત્તામાં પાછી ફરશે. શિવસેના નેતાએ કહ્યું કે, પાર્ટી પ્રમુખ કહી ચુક્યા છે કે અમે એકલા જ ચૂટણી લડીશું અને તમામ શિવસેનીકોને આ લક્ષ્યની દિશામાં કામ કરવું જોઇએ.