કેટલાક નેતાઓ પોતાનો શોખ પુરો કરવા માટે વડાપ્રધાન બનવા માંગે છે: શાહ
ભાજપે રવિવારે આગરામાં વિજય સંકલ્પ રેલી સભાનું આયોજન કર્યું જેમાં કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી
આગરા : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે આગરામાં એક ચૂંટણી રેલીમાં વિપક્ષ પર તીખો શાબ્દિક પ્રહાર કર્યો હતો. શાહે વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, જનતા માત્ર એટલા માટે વોટ ન આપી શકે કે વડાપ્રધાન બનવાનો શોખ છે. ભાજપ અધ્યક્ષે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, એક તરફ દેશનો વિકાસ કરનારા નરેન્દ્ર મોદી છે, જેની સરકાર પર 5 વર્ષમાં ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી લાગ્યો. તો બીજી તરફ મહાગઠબંધન અને મહામિલાવટ છે, જે જાતી ધર્મની સરકાર ઇચ્છે છે.
હું બ્રાહ્મણ છું નામની આગળ ચોકીદાર ન લગાવી શકું: BJP સાંસદ સુબ્રમણ્ય સ્વામી
સભાને સંબોધિત કરતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, આપણે દેશની સુરક્ષા માટે વડાપ્રધાન પસંદ કરવાનાં છે, આપણે એવા વડાપ્રધાન પસંદ કરવાનાં છે જે પાકિસ્તાનને મુંહ તોડ જવાબ આપી શકે ન માત્ર એટલા માટે કે કોઇની ઉંમર જઇ વીતી રહી છે કે કોઇને વડાપ્રધાન બનવાનો શોખ છે.
ઝારખંડમાં મહાગઠબંધનની ફોર્મ્યુલા જાહેર, કોંગ્રેસને ફાળે 7 સીટો આવી
તમામ વિપક્ષી નેતાઓ મોદીને હટાવવા માંગે છે પરંતુ ચૂંટણી કોઇ નથી લડી રહ્યું
શાહે કહ્યું કે, માયાવતી કહે છે કે મોદીને હટાવો, પરંતુ પુછો કે ચૂંટણી ક્યાંથી લડી રહ્યા છો તો કહેશે હું ચૂંટણી નથી લડી રહ્યો. શરદ પવાર, અખિલેશ,મમતા બેનર્જી, ચંદ્રાબાબુ નાયડુ તમામ કહી રહ્યા છે કે મોદીજીને હટાવવા છે પરંતુ પુછો કે ચૂંટણી ક્યાંથી લડશો તો તમામ ચૂંટણી લડવાની ના પાડશે. ગત્ત 70 વર્ષમાં કોંગ્રેસ અને તેમનાં ચટ્ટા-બટ્ટા( સાથીદારો)એ શાસન કર્યું, લોકોને અહેસાસ જ નહોતો કે દેશ આઝાદ છે.
અમે જાતી પુછ્યા વગર જ કર્યા વિકાસકાર્યો
શાહે કહ્યું કે, અમે કોઇને જાતી ધર્મ પુછીને નહી પરંતુ દેશની 6 કરોડ મહિલાઓને ગેસ કનેક્શન આપ્યું. કોઇ જાત પુછ્યા વગર 13 કરોડ ખેડૂતોને 6 હજાર રૂપિયા ચુકવવાનો નિર્ણય કર્યો. તમારે જાતી ધર્મ પુછનારી સરકાર જોઇએ કે દેશનો વિકાસ કરનારી સરકાર. શાહે કહ્યું કે, છેલ્લા 5 વર્ષોમાં મોદી સરકાર અને 2 વર્ષની યોગી સરકાર દરમિયાન સરકાર પર ભ્રષ્ટાચારનો કોઇ જ આરોપ નથી લાગ્યો.