બીકે હરિપ્રસાદનું વિવાદિત નિવેદન: પુલવામા મુદ્દે મોદી-ઇમરાન વચ્ચે મેચ ફિક્સિંગ
કોંગ્રેસ નેતા બીકે હરિપ્રસાદના એક નિવેદન મુદ્દે ગુરૂવારે વિવાદ થઇ ગયો હતો
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા બીકે હરિપ્રસાદના એક નિવેદન મુદ્દે ગુરૂવારે વિવાદ થઇ ગયો હતો. જેમાં તેમણે આરોપ લગાવ્યો કે પુલવામા આતંકવાદી હુમલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની વચ્ચે મેચ ફિક્સિંગનું પરિણામ છે. ભાજપે આ નિવેદન મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
સાત-આઠ તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી, ચૂંટણી પંચ ટુંકમાં કરશે જાહેરાત
હરિપ્રસાદ મુદ્દે પુલવામા હુમલા બાદના ઘટનાક્રમ પર જો તમે નજર નાખશો તો ખબર પડશે કે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનની વચ્ચે મેચ ફિક્સિંગ હતી. જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલે સ્પષ્ટ રીતે સ્વિકાર કર્યો છે કે તેઓ પુલવામામાં થયેલી ગુપ્ત માહિતીની નિષ્ફળતા છે. હરિપ્રસાદ એટલે જ નહોતા અટક્યાં, તેમણે આગળ કહ્યું કે, કેન્દ્રીય મંત્રી રવિશંકરને સ્પષ્ટ કરવું જોઇએ કે વડાપ્રધાન મોદી અને ઇમરાન ખાન વચ્ચે શું મેચ ફિક્સિંગ હતી. જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલે સ્પષ્ટ રીતે સ્વિકાર કર્યો કે તે પુલવામાં ગુપ્ત માહિતી નિષ્ફળ છે. હરિપ્રસાદ એટલે નહોતા અટક્યા તેમણે આગળ કહ્યું કે, કેન્દ્રીય મંત્રી રવિશંકરને સ્પષ્ટતા કરવી જોઇએ કે વડાપ્રધાન મોદી અને ઇમરાન ખાનની વચ્ચે શું મેચ ફિક્સિંગ હતી. તેમની માહિતી વગર જ પુલવામાનો આતંકવાદી હુમલો થઇ શકે નહી.
લોકસભા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, સોનિયા-રાહુલ આ સીટ પરથી લડશે ચૂંટણી
અગાઉ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પુલવામા હુમલાની દુર્ઘટના ગણાવી હતી. જેના કારણે મોટો વિવાદ પેદા થઇ ગયો હતો. કેન્દ્રીય મંત્રી અને ભાજપનાંવરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે હરિપ્રસાદનાં નિવેદન મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે આ તમામ રાહુલ ગાંધીનાં ઇશારા પર થઇ રહ્યું છે.
વાયુસેનાનું મોટુ નિવેદન, પાકિસ્તાન સામે કોઇ પણ પ્રકારના ખતરાને ખાળવા અમે તૈયાર
પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસ એટલી હલકી કક્ષાએ ઉતરી જશે તેની કલ્પના અમે નહોતી કરી. એટલું કહેવાનો અર્થ છે કે ભારત એક આતંકવાદી દેશ છે. કોંગ્રેસનાં મહાસચિવે દેશનું અપમાન કર્યું દેશની સેનાનું અપમાન કર્યું. અમે તેમ પણ કહેશું કે તેઓ માફી માંગે, એવા લોકોને ભારતની જનતા જવાબ આપશે. હું તેની નિંદા કરુ છું.
PAKને ઝટકો, હાફીઝ સઇદનું નામ પ્રતિબંધિત આતંકવાદીની યાદીમાંથી હટાવવાનો UNનો ઇન્કાર
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનું હવે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોઇ જ ભવિષ્ય નથી. બે દિવસ પહેલા પાકિસ્તાનનાં વિદેશ મંત્રી કુરેશીએ કહ્યું હતું કે, તમામ રાજનીતિક પાર્ટીઓ ઇમરાન ખાન સાથે છે પરંતુ ભારતમાં એવું નથી. બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બીકે હરિપ્રસાદે જે પણ કહ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ નથી, તેઓ પાર્ટી પદાધિકારી/પ્રવક્તા નહી તો કાર્યવાહી કરવાનો કોઇ મુદ્દો નથી બનતો.