કોલકત્તામાં CM મમતા બેનર્જીને મળ્યા રાકેશ ટિકૈત, કિસાન આંદોલનને સમર્થન આપવાની કરી માંગ
બીકેયૂના મહાસચિવ યુદ્ધવીર સિંહે જણાવ્યુ, અમે ચૂંટણી જીત માટે મમતા બેનર્જીને ધન્યવાદ આપવાની સાથે કિસાનોને યોગ્ય એમએસપી અપાવવાના પગલા માટે તેમનું સમર્થન ઈચ્છીએ છીએ.`
કોલકત્તાઃ કેન્દ્રીય કૃષિ કાયદાને પરત લેવાની માંગને લઈને છેલ્લા ઘણા મહિનાથી દિલ્હી-યૂપી બોર્ડર પર આંદોલન કરી રહેલા ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈત (Rakesh tikait) આજે પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે. અહીં તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે કૃષિ ઉત્પાદકો માટે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ અને નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા કિસાનોના આંદોલન માટે સમર્થન માંગ્યુ છે. સાથે લોકલ કિસાનોની સમસ્યા વિશે પણ તેમને માહિતી આપી છે. આ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યુ કે, કેન્દ્ર સરકાર કિસાનો સાથે વાતચીત માટે તૈયાર છે. તેમણે કિસાન નેતાઓને કૃષિ બિલ પર પોતાની ચિંતાઓને તર્કની સાથે રાખવાનું કહ્યું છે.
બીકેયૂના મહાસચિવ યુદ્ધવીર સિંહે જણાવ્યુ, અમે ચૂંટણીમાં જીત માટે મમતા બેનર્જીને ધન્યવાદ આપવાની સાથે કિસાનોને યોગ્ય એમએસપી અપાવવાના પગલા માટે તેમનું સમર્થન ઈચ્છીએ છીએ.' સિંહે કહ્યુ કે, તે બેનર્જી પાસે પશ્ચિમ બંગાળમાં ફળો, શાકભાજી અને દુધ ઉત્પાદનો માટે એમએસપી નક્કી કરવાની માંગ કરવા ઈચ્છે છે કારણ કે આ બાકી જગ્યાઓ પર એક મોડલ તરીકે કામ કરશે.
મોદી સરકારની કિસાનેને ભેટ, ખરીફ પાક માટે MSPમાં 62 ટકાનો વધારો
અમે રાજનીતિમાં નથી, માત્ર કિસાનોની વાત કરો
મમતા બેનર્જીના રાષ્ટ્રીય રાજનીતિના સંબંધમાં સવાલ પૂછવા પર ટિકૈતે કહ્યુ કે, અમે માત્ર કિસાન સમસ્યાના મામલામાં સમર્થન કરી શકીએ, રાજનીતિમાં અમે નથી. ટિકૈત અને અન્ય કિતાન નેતા એક વર્ષ પહેલા સંસદમાં પાસ ત્રણ કાયદા વિરૂદ્ધ દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આ કાયદાથી ખેતીવાડીનું બજારીકરણ થઈ જશે અને નાના કિસાનોને મોટી કંપનીઓના શોષણથી પૂરતી સુરક્ષા પણ મળશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube