નોઇડાઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ કિસાન આંદોલન (kisan andolan) એકવાર ફરી ઉગ્ર થવાની સંભાવના છે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત (Rakesh tikait) એ મંગળવારે તેના સંકેત આપ્યા છે. તેમણે કહ્યુ કે, પ્રદર્શનકારી કિસાન જલદી દિલ્હી-નાઇડો બોર્ડરને બ્લોક કરશે. પરંતુ કિસાનોની સમિતિએ અત્યાર સુધી તારીખોનો નિર્ણય લીધો નથી. આ પહેલા પણ કિસાન નેતાએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી કે જલદી લાખો કિસાન એકવાર ફરી ટ્રેક્ટરની સાથે દિલ્હી તરફ કુચ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટિકૈતે મંગળવારે મીડિયાના સવાલોના જવાબ આપતા કહ્યુ, હા અમે દિલ્હી-નાઇડાની બોર્ડર બ્લોક કરીશું. કમિટીએ તે માટે હજુ તારીખ નક્કી કરી નથી. આ પહેલા શનિવારે સંયુક્ત કિસાન મોર્ચા તરફથી નંદીગ્રામમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બીકેયૂ નેતા રાકેશ ટિકૈતે લોકોને ભાજપને મત ન આપવાની અપીલ કરી હતી. રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે કિસાન મોર્ચા રાજનીતિ નહીં માત્ર ભાજપનો વિરોધ કરી રહી છે. 


આ પણ વાંચોઃ PM Modi ના મુખ્ય સલાહકાર પીકે સિન્હાએ આપ્યુ રાજીનામુ, અંગત કારણનો આપ્યો હવાલો


ભાજપ સરકાર પર હુમલો
બીકેયૂ નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે, દિલ્હીની ચારે તરફ અને પાંચ લાખથી વધુ કિસાન 110 દિવસથી બેઠા છે. કેન્દ્રની ભાજપની સરકાર પાંચ લાખથી વધુ લોકોથી ડરી રહી નથી, જે ચારે તરફ બેઠા છે તો તમારી સાથે સરકાર શું ખેલ કરશે? પશ્ચિમ બંગાળથી પરત ફરી ટિકૈતે મધ્યપ્રદેશના રીવામાં કિસાનોને સંબોધિત કરતા કહ્યુ કે, જો સરકાર બિલ પરત લેતી નથી તો કિસાનો પરફથી વિકરાળ આંદોલન કરવામાં આવશે. 


ટીએમસીના સમર્થનનો આરોપ નકાર્યો
બંગાળમાં મહાપંચાયત કરવા પહોંચેલા ટિકૈત પર ટીએમસીનું સમર્થન કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો. પરંતુ ટિકૈતે આરોપ નકારી દીધો અને કહ્યુ કે, તે ભાજપને હરાવી શકે અમે તેનું સમર્થન કરીશું. તેમણે આરોપ લગાવતા કહ્યુ કે, કેન્દ્ર સરકાર ભાજપની નથી, મોદીની સરકાર છે. પ્રધાનમંત્રી કોઈ પક્ષના હોત તો કિસાનો સાથે જરૂર વાત કરત. તેમણે કહ્યું કે, આ સરકાર કોઈ પક્ષ નહીં, કંપનીઓ ચલાવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube