નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભલે વિવાદાસ્પદ ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી દીધી હોય પરંતુ હજુ કિસાન આંદોલનનો અંત આવે તેમ લાગી રહ્યું નથી. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે બુધવારે સ્પષ્ટ કર્યુ છે કે આ આંદોલન હાલ સમાપ્ત થશે નહીં. રાકેશ ટિકૈતે કહ્યુ કે, 27 નવેમ્બરે અમારી બેઠક છે, ત્યારબાદ અમે આગળનો નિર્ણય કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાકેશ ટિકૈતે કિસાન આંદોલનને લઈને ટ્વીટ કરી આ વાત કહી છે. ટ્વીટમાં ટિકૈતે આગળ કહ્યુ કે, મોદીજીએ કહ્યુ છે કે 1 જાન્યુઆરીથી કિસાનોની આવક બમણી થઈ જશે તો અમે પૂછીશું કે કઈ રીતે બમણી થશે. કિસાનોની જીત ત્યારે થશે જ્યારે તેને પોતાના પાકના યોગ્ય ભાવ મળી જશે. 


PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મર્યાદા વધી, માર્ચ સુધી મળતું રહેશે ફ્રી રાશન


આશરે એક વર્ષથી પ્રદર્શન કરી રહ્યા છે કિસાન
ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા એક વર્ષથી દિલ્હીની સરહદ પર આશરે 40 કિસાન સંગઠન વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે રાષ્ટ્રના નામે સંબોધનમાં ત્રણ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કૃષિ કાયદાના સંદર્ભમાં કહ્યુ હતુ કે, તે દેશવાસીઓની માફી માંગતા સાચા મનથી અને પવિત્ર હ્રદયથી કહેવા ઈચ્છે છે કે લગભગ તેમની તપસ્યમાં કોઈ કમી રહી હશે જેને કારણે દિવાના પ્રકાશ જેવું સત્ય કિસાન ભાઈઓને તે સમજાવી શક્યા નહીં. તેમણે કહ્યું કે, અમે ત્રણ કૃષિ કાયદાને પરત લેવા, રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube