નવી દિલ્હી : ઇંડિગો એરલાઇન્સના વિમાનમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિની છાતી પર અચાનક બ્લેક કોબરા સાપ આવી પડ્યો. ત્યાર બાદ યાત્રીની આસપાસ અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જો કે પીડિત યાત્રીની ફરિયાદ કરવા અંગે પણ કોઇ કાર્યવાહી નહોતી કરવામાં આવી. ત્યાર બાદ પીડિત યાત્રી અશ્વિની ગુપ્તાએ ઇંડિગોને લીગલ નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંગરુસના કપડાના વેપારી અશ્રની ગુપ્તાએ પોતાના પુત્ર નમન ગુપ્તાની સાથે 28 જુલાઇએ ચંડીગઢ ઇન્ટરનેશનલ એરપોર્ટથી મુંબઇના માટે ઇંડિગો એરલાઇન્સના વિમાનમાં ઉડ્યન કરી. ઉડ્યન કર્યા બાદ તેમણે ભોજન લીધું અને એક કલાક બાદ બ્લેક કોબરા સાંપનું બાળક તેમની છાતી પર પડ્યું. ત્યાર બાદ તેમની બાજુમાં બેઠેલા મોગાના મુસાફીર નવીન બંસલ અને નમન ગુપ્તાએ તેમની મદદ કરી અને સાપને ઝટકો મારીને નીચે ફેંકી દીધો હતો. ત્યાર બાદ કોબરા સાપ સીટ નીચે જતો રહ્યો હતો. 

ગભરાયેલા અઅશ્વિનીએ કોબરાની તસ્વીર લીધી અને એરહોસ્ટેસને આ અંગે માહિતી આપી, ત્યાર બાદએર હોસ્ટેસે તેમની પાસેથી તસ્વીર પોતાના ફોનમાં ટ્રાન્સફર કરી અને વિમાનના કેપ્ટનને દેખાડવાની વાત કરી. જો કે જહાજમાં ડર ફેલાય જાય માટે તેમણે પીડિતોને ચુપ રહેવા માટે જણાવ્યું. ત્યાર બાદ ડરેલા અશ્વિની ગુપ્તા, તેના પુત્ર નમન ગુપ્તા અને બાજુમાં બેઠેલ નવીન બંસલ આગળની મુસાફરીમાં સીટ પર જ પગ રાખીને બેસી રહ્યા હતા.