લંડન : ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસ અંગેના સરકારી આંકડાઓ પરથી એક નવી જ સ્ટોરી સામે આવી રહી છે. નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ની હોસ્પિટલ અનુસાર બ્રિટનમાં કોરોના વાયરસના સંક્રમણ અને મોતનો સૌથી મોટો આંકડો અશ્વેત, એશિયન અને લઘુમતીઓને છે. સંક્રમણનાં જે કિસ્સા સામે આવ્યા છે તેમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર ગોરાઓની તુલનાએ અશ્વેતોમાં સંક્રમણનો આંકડો બમણો છે. અશ્વેત, એશિયન અને લઘુમતીઓને બેમ (BAME)  કહે છે જેનો અર્થ છે બ્લેક, એશિયન અને માઇનોરિટી એથનિક આંકડાઓ સામે આવ્યા બાદ સરકારે આ અસમાનતાનું કારણ સમજવાનો પ્રયાસ કર્યો છે. ગોરાઓને તે અંગેની તપાસ પણ ચાલુ કરી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ ટાઇમ્સનાં એક રિપોર્ટ અનુસાર એનએચએસની હોસ્પિટલે જે આંકડાઓ જાહેર કર્યા છે તેના અનુસાર 1 હજાર લોકો પર 23 બ્રિટિશ, 27 એશિયન અને 43 અશ્વેત લોકોનાં મોત થયા છે. એક હજાર લોકો પર 69 મોતોની સાથે સૌથી વધારે ખતરો કરેબિયન લોકો માટે છે. જ્યારે સૌથી ઓછો ખતરો બાંગ્લાદેશીઓ (22) પર છે. 

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર બ્રિટનમાં રહેતા કેરેબિયન મુળનાં લોકો લગભગ દરેક ક્ષેત્રમાં છે. તેઓ મોટે ભાગે હોમવર્કર, બસ ડ્રાયવર, ચર્ચ લીડર, નર્સ અને કલાકાર છે. બેમ કમ્યુનિટીમાં વધતા મોતનાં કેસ મુદ્દે ઇંગ્લેન્ડ એકલો દેશ નથી. સ્વીડનની કુલ વસ્તીનાં 5 ટકા સંક્રમણ અહીં રહેતા સોમાનિયા અશ્વેત લોકોને છે. બીજી તરફ શિકાગોમાં કોરોનાથી અશ્વેતને થનારા મોતનો આંકડો 70 ટકા પર પહોંચ્યો છે. 

બ્રિટનનાં ડો નાગપાલનાં અનુસાર જરૂરી વસ્તુઓનો અભાવ એક સ્વસ્થય જીવનને પ્રભાવિત કરે છે. અશ્વેત આફ્રિકન અને કરેબિયન લોકો ગોરાઓ કરતા અનેક ઘણુ વધારે છે. તેઓ જે પ્રકારનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે સંક્રમણનો ખતરો પણ વધારે છે. સામાન્ય રીતે હેલ્થ, સામાજિક મદદ, ટ્રાન્સપોર્ટ, દુકાનદાર અને પબ્લિક સર્વિસ સાથે જોડાયેલા છે. તેમનું કામ જ એવું છે વધારે સોશિયલ ડિસ્ટન્સ બનાવવાનું શક્ય નથી થઇ શકતું અને સંક્રમણનો ખતરો વધી જાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube