જોધપુર: કાળિયાર શિકાર કેસમાં જોધપુર કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની કેદ અને રૂપિયા 10 હજારના દંડની સજા ફટકારી છે. 20 વર્ષ જુના બહુચર્ચિત આ કેસમાં બોલીવુડ સ્ટાર સલમાન ખાનને કોર્ટે જટકો આપ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર સલમાન પોતાના માટે બ્લેક ટી શર્ટને લકી માને છે અને આજે પણ કોર્ટેમાં તે લકી ટી શર્ટ પહેરી નિર્દોષ છૂટવાની આશાએ કોર્ટમાં આવ્યો હતો જોકે આ વખતે એનું બ્લેક મેજીકે સાથ ન આપ્યાની સ્થિતિ સર્જાઇ છે. અહીં નોંધનિય છે કે, અગાઉના અન્ય એક કેસમાં પણ ચૂકાદા સમયે સલમાન ખાન બ્લેક ટી-શર્ટ પહેરીને જ આવ્યો હતો અને એમાં એને રાહત થવા પામી હતી. સાથોસાથ સુનાવણી વખતે પણ બહેનોને હાજર રાખી હતી. જેને પણ સલમાન પોતાનું લક માને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાનને હવે જેલ...


વીસ વર્ષ અગાઉના બહુચર્ચિત કેસમાં જોધપુર કોર્ટે આજે ચૂકાદો સંભળાવતાં મુખ્ય આરોપી સલમાન ખાનને પાંચ વર્ષની કેદ અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે અન્ય આરોપી એવા સૈફ અલી ખાન સાથે અભિનેત્રી તબ્બૂ, નીલમ અને સોનાલી બેંદ્રે પર 20 વર્ષ જૂના કાળિયાર કેસમાં આજે (ગુરૂવારે) અંતિમ ચૂકાદો સંભળાવ્યો છે. છેલ્લે આ મામલે સુનવણી પુરી થયા બાદ જોધપુર ગ્રામીણ જિલ્લા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દેવ કુમાર ખત્રીએ ચૂકાદો પેડીંગ રાખ્યો હતો અને તે પોતાના આ ચૂકાદાને આજે સંભળાવતા સલમાન ખાને 5 વર્ષની જેલની સજા ફટકારી છે. અને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સલમાન ખાનને સેંટ્રલ જેલમાં લઇ જવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આજની રાત જેલમાં વિતાવતી પડશે. કોર્ટની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 


સલમાનને પાંચ વર્ષની કેદ, આ ફિલ્મો પર પડશે અસર...


શું છે સમગ્ર કેસ
અહીં તમને જણાવી દઇએ કે સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ, સોનાલી બેંદ્રે અને જોધપુર નિવાસી દુષ્યંત સિંહ પર આરોપ છે કે તેમણે 1 અને 2 ઓક્ટોબર 1998ના રોજ જોધપુરમાં મોડી રાત્રે લૂણી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. કેસમાં રજૂ કરવામાં આવેલા સાક્ષીઓએ કોર્ટમાં જણાવ્યું હતું કે સલમાન ખાને હરણોનો શિકાર કર્યો તે સમયે બધા આરોપી જિપ્સી ગાડીમાં સવાર હતા. તેમણે જણાવ્યું હતું કે જિપ્સીમાં હાજર બધા સ્ટાર્સે સલમાન ખાનને શિકાર કરવા માટે ઉશ્કેર્યો હતો. ત્યારબાદ ગોળીનો અવાજ સાંભળીને બધા ગામવાળા એકઠા થઇ ગયા હતા. ગામવાળા ત્યાં આવી જતાં સલમાન ખાન ગાડી લઇને ત્યાંથી ભાગી ગયો હતો અને બંને કાળીયાર ત્યાં પડ્યા હતા. 


કાળિયાર કેસનો ઘટનાક્રમ


વર્ષ 1998માં કાળિયારનો શિકાર
2 ઓક્ટોબર 1998માં દાખલ થયો કેસ
સલમાન અને અન્ય 3 સામે કેસ દાખલ
12 ઓક્ટોબર 1998માં સલમાન ખાનની ધરપકડ
10 એપ્રીલ 2006માં સલમાન દોષી જાહેર
5 વર્ષની સજા, 25 હજારનો દંડ
31 ઓગસ્ટ 2007માં રાજસ્થાન HCએ દોષી ઠેરવ્યા
સલમાનની અપીલ બાદ સજા સસ્પેન્ડ કરાઈ
HCએ આર્મ્સ એક્ટ કેસમાં 2017માં નિર્દોષ જાહેર કર્યા
24 જુલાઈ 2012 રાજસ્થાન HCએ આરોપ નક્કી કર્યા
9 જુલાઈ 2014 SCએ સલમાનને સામે નોટીસ જાહેર કરી
25 જુલાઈ 2016એ રાજસ્થાન HCએ નિર્દોષ જાહેર કર્યા
19 ઓક્ટોબર 2016માં ચુકાદાને SCમાં પડકારાયો
રાજસ્થાન સરકારે HCના ચુકાદાને SCમાં પડકાર્યો
1 માર્ચ 2017થી કેસની ટ્રાયલ શરૂ થઈ
28 માર્ચ 2017માં આખા કેસની સુનાવણી પૂર્ણ થઈ
5 એપ્રીલ 2018માં સલમાન દોષિત જાહેર થયો


ચાર કેસમાં ફસાયા સલમાન ખાન
તમને જણાવી દઇએ કે સલમાન ખાન વિરૂદ્દ જોધપુરમાં ચાર કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ત્રણ કેસ કાળીયાર શિકાર અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાંથી બે કેસ પર સલમાન ખાનને કોર્ટે સજા સંભળાવી છે. તો બીજી તરફ ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના કેસમાં કોર્ટે સલમાન ખાનને મુક્ત કરી દીધો હતો અને સલમાન ખાન વિરૂદ્ધ ચોથા કેસમાં આજે ચૂકાદો આપવાનો છે. હવે આ કેસમાં સલમાન ખાન અને તેના સાથીઓને કોર્ટ મુક્ત કર્યા હતા.