Blast In Delhi: ઘટનાસ્થળ પરથી મળ્યા સ્ટીલના છરા, ઈઝરાઈલે કહ્યું- આ આતંકી ઘટના
શુક્રવારે સાંજે દિલ્હીના લ્યુટિયન્સ વિસ્તારમાં ઇઝરાઇલી દૂતાવાસની (Embassy of Israel) બહાર બ્લાસ્ટ થયો હતો. ઇઝરાઇલી દૂતાવાસ એપીજે અબ્દુલ કલામ રોડ (APJ Abdul Kalam Road) પર સ્થિત છે. રાહતની વાત છે કે આ વિસ્ફોટમાં કોઈને જાનહાની થઈ નથી
નવી દિલ્હી: શુક્રવારે સાંજે દિલ્હીના લ્યુટિયન્સ વિસ્તારમાં ઇઝરાઇલી દૂતાવાસની (Embassy of Israel) બહાર બ્લાસ્ટ થયો હતો. ઇઝરાઇલી દૂતાવાસ એપીજે અબ્દુલ કલામ રોડ (APJ Abdul Kalam Road) પર સ્થિત છે. રાહતની વાત છે કે આ વિસ્ફોટમાં કોઈને જાનહાની થઈ નથી, જોકે ઘટના સ્થળે હાજર ત્રણ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ, આઈબી, ફોરેન્સિક્સ અને એનઆઈએની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે. દિલ્હીમાં બનેલી આ ઘટના બાદ મુંબઇ અને બેંગલુરુમાં હાઈએલર્ટ જાહેર કરાયું છે.
ઘટનાસ્થળ પરથી મળ્યા સ્ટીલના છરા
તપાસ દરમિયાન પોલીસને કેટલાક સ્ટીલના છરા મળ્યા છે. અત્યાર સુધીની તપાસ અનુસાર એક કારમાંથી બોટલ ફેંકવામાં આવી જેમાં લો ઇન્ટેન્સિટી IED હતો. દિલ્હી પોલીસે આતંકી ઘટનાથી ઇનકાર કર્યો નથી, તો બીજી તરફ ઈઝરાઈલનું કહેવું છે કે, આ મામલો આતંકી ઘટના જેવો લાગે છે.
આ પણ વાંચો:- Blast In Delhi: દિલ્હીમાં ઇઝરાઇલ દૂતાવાસ નજીક IED બ્લાસ્ટ, 4થી 5 કાર ક્ષતિગ્રસ્ત
વિદેશ મંત્રીએ કહ્યું- દોષીઓને છોડવામાં આવશે નહીં
આ ઘટના પર વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) કહ્યું કે, ઇઝરાઈલના દૂતાવાસ બહાર બ્લાસ્ટ વિશે ઈઝરાઈલના નાણા મંત્રી ગાબી આશકેનાઝી (Gabi Ashkenazi) સાથે મારી વાત થઈ છે. અમે તેને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. તેમમે કહ્યું કે મેં તેમને દૂતાવાસ અને ઈઝરાઈલી રાજદ્વારીઓની સંપૂર્ણ સુરક્ષાનું આશ્વાસન આફ્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે, દોષીઓને છોડવામાં આવશે નહીં.
આ પણ વાંચો:- Direct Benefit Transfer: મોદી સરકારે આ રીતે આપી 13 લાખ કરોડની સબસિડી, તમને મળ્યો આ ફાયદો?
ઈઝરાઈલે કહ્યું- આ આતંકી ઘટના જેવું
ઈઝરાઈલે તેને આતંકી ઘટના જેવું ગણાવ્યું છે. ઈઝરાઈલના વિદેશ મંત્રાલયે શુક્રવારના કહ્યું કે, નવી દિલ્હીમાં દૂતાવાસ બહાર બ્લાસ્ટ બાદ તેના તમામ રાજદ્વારીઓ અને દૂતાવાસના કર્મચારીઓ 'સુરક્ષિત તેમક સકુશળ' છે. વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરતા કહ્યું, ભારતીય અધિકારી ઘટનાની તપાસ કરી રહ્યા છે અને તેઓ ઈઝરાઈલી અધિકારીઓના સંપર્કમાં છે. મંત્રાલયે કહ્યું કે, સ્થિતિ વિશે વિદેશ મંત્રાલયને સતત જાણકારી આપવામાં આવી રહી છે અને તેને તમામ જરૂરી સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:- Singhu Border પર બબાલ, રસ્તો ખાલી કરાવવા માટે 40 ગામોની મહાપંચાયત શરૂ
દિલ્હી પોલીસ કરી રહી છે આ અંગે તપાસ
આ અગાઉ દિલ્હી પોલીસના વધારાના પીઆરઓ અનિલ મિત્તલે કહ્યું હતું કે, તે 'બહુ ઓછી તીવ્રતાનો' વિસ્ફોટ હતો. તેમણે કહ્યું, 'કોઈ પણ વ્યક્તિ ઘાયલ થઈ નથી કે સંપત્તિને કોઈ નુકસાન થયું નથી. ત્યાં ઉભેલા ત્રણ વાહનોના કાચ તૂટી ગયા. મિત્તલે કહ્યું કે, લાગે છે કે કોઈએ સનસની ફેલાવવાના ઉદેશ્યથી આ તોફાની કાર્ય કર્યું છે.
આ પણ વાંચો:- Tractor Parade Violence: દિલ્હી પોલીસે લોકોને કરી અપીલ, ટ્રેક્ટર પરેડ હિંસા સંબધિત જાણકારી માંગી
મુંબઇમાં હાઈ એલર્ટ
દિલ્હીમાં બ્લાસ્ટ બાદ મુંબઇમાં પણ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ ડેપો અને અન્ય મહત્વપૂર્ણ સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી છે. જગ્યા-જગ્યાએ નાકાબંધી કરી વાહનોની તલાશી લેવામાં આવી રહી છે. મુંબઇમાં ઈઝરાઈલના દૂતાવાસ બહાર પણ સુરક્ષા વધારવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube