લુધિયાણા: પંજાબના લુધિયાણાની કોર્ટમાં મોટો વિસ્ફોટ થતા હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ લુધિયાણા જિલ્લા કોર્ટ પરિસરમાં ત્રીજા માળે આ  વિસ્ફોટ થયો છે. જેમાં બેના મોત થયા છે તથા અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. આ ધડાકો એટલો ભીષણ હતો કે આખું બિલ્ડિંગ હલી ગયું. વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. લોકો પોતાના જીવ બચાવવા માટે આમ તેમ ભાગી રહ્યા છે. ધડાકાના કારણે પાર્કિંગમાં ઊભેલા કારો પણ ડેમેજ થઈ. હાલ જો કે કોર્ટમાં વકીલોની હડતાળ ચાલુ છે એટલે કોર્ટમાં વધુ ભીડ નહતી. આ ધડાકો કોઈ બોમ્બ વિસ્ફોટનો હતો કે પછી સિલેન્ડર ફાટ્યું તે સ્પષ્ટ થયું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધડાકામાં બે લોકોના મોત
મળતી માહિતી મુજબ લુધિયાણા કોર્ટના ત્રીજા માળે થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હોવાના ખબર છે. જ્યારે ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ધડાકો થતા જ કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ. ઘાયલોની સંખ્યાની જોકે હજુ પુષ્ટિ થઈ નથી. અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા જ દેશની રાજધાની દિલ્હીની એક કોર્ટમાં ધડાકો થયો હતો. ત્યારે ત્યાં હાજર નાયબ ઘાયલ થયો હતો. 


સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ લુધિયાણાની કોર્ટના ત્રીજા માળે 9 નંબરની કોર્ટના વોશરૂમ નજીક આ ધડાકો થયો. જેમાં બે વ્યક્તિના મોત થયા. કહેવાય છે કે


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube