કાશ્મીરઃ શ્રીનગરમાં યુનિવર્સિટી ઓફ કાશ્મીરના ગેટની બહાર વિસ્ફોટ, બે ઘાયલ
પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે, આ કેવા પ્રકારનો વિસ્ફોટ હતો. શું કોઈએ પેટ્રોલ બોમ્બ ફેંકીને દહેશત ફેલાવા પ્રયાસ કર્યો હતો કે પછી ગ્રેનેડ વિસ્ફોટ કરાયો હતો?
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ગ્રેનેડ વિસ્ફોટ થયો હોવાના સમાચાર છે. શહેરમાં કાશ્મીર યુનિવર્સિટીના ગેટની બહાર કેટલાક અજાણ્યા હુમલાખોર ગ્રેનેડ ફેંકીને ભાગી ગયા હતા. પોલીસના અનુસાર આ વિસ્ફોટમાં બે લોકો ઘાયલ થાય છે.
પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે, આ કેવા પ્રકારનો વિસ્ફોટ હતો. શું કોઈએ પેટ્રોલ બોમ્બ ફેંકીને દહેશત ફેલાવા પ્રયાસ કર્યો હતો કે પછી ગ્રેનેડ વિસ્ફોટ કરાયો હતો?
સુન્ની વકફ બોર્ડ અયોધ્યા ચૂકાદા સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પીટિશન નહીં કરે
જોકે, ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે આ એક ગ્રેનેડ વિસ્ફોટ હતો. પોલીસે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. આ હુમલા પાછળ કોનો હાથ હતો એ હજુ જાણી શકાયું નથી.
(ઘટનાની વધુ વિગતો અપેક્ષિત છે)
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube