ચંદીગઢઃ Sidhu Moosewala Murder Case: પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલા હત્યા કેસ (Sidhu Moosewala Murder Case)ના આરોપી ગેંગસ્ટરોમાં સામેલ મંદીપ તૂફાન (Mandeep Toofan),મનમોહન સિંહ (Manmohan Singh) અને કેશવ (Gangster Keshav)વચ્ચે રવિવારે સાંજે લોહીયાળ ઘર્ષણ થઈ ગયું, જેમાં ગેંગસ્ટર મંદીપ તૂફાન અને મનમોહનનું મોત થયું છે. જ્યારે ગેંગસ્ટર કેશવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સિદ્ધૂ મૂસેવાલા હત્યા કેસમાં ત્રણેય આરોપી પંજાબની ગોઇંદવાલ જેલમાં બંધ હતા, ત્યાં આ ઘર્ષણ થયું છે. ઝગડામાં ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયેલા કેશવને પોલીસે અમૃતસરની ગુરૂ નાનક દેવ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે કેશવને માથામાં ગંભીર ઈજા થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જણાવી દઈએ કે પંજાબી સિંગર શુભદીપ સિંહ સિદ્ધુ કે જેઓ સિદ્ધુ મૂસેવાલા તરીકે જાણીતા છે, તેની ગયા વર્ષે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરારે સિદ્ધૂની હત્યાની જવાબદારી લીધી હતી. હવે સમાચાર મળ્યા છે કે મૂઝવાલાની હત્યામાં સામેલ બે ગેંગસ્ટર મનદીપ તુફાન અને મનમોહન સિંહની ગોઇંદવાલ સાહિબ જેલમાં હત્યા કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીમાં ભાજપને સફળતા અપાવશે 'મહિલા મોર્ચો', પાર્ટીએ બનાવી રણનીતિ


મનદીપ સિંહ તુફાન રાયનો રહેવાસી હતો. ગેંગસ્ટર મનદીપ તુફાન જગ્ગુ ભગવાનપુરિયા ગેંગનો શાર્પ શૂટર હતો, જેને તરનતારનના વૈરોવાલ પોલીસ સ્ટેશનના ખાખ ગામમાંથી પકડવામાં આવ્યો હતો. ડીએસપી જસપાલ સિંહ ધિલ્લોને જણાવ્યું કે ત્રણેયના માથા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે, જેમાં બે ગેંગસ્ટરના મોત થયા છે, જ્યારે ત્રીજા ગેંગસ્ટરની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ગઠિંડા નિવાસી કેશવ અને બદલલાડા નિવાસી મનમોહન સિંહ મોહનાને સિવિલ હોસ્પિટલમાં તર્નતારન દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સારવાર દરમિયાન મનમોહન સિંહનું મૃત્યુ થયું છે. જ્યારે અન્યની સારવાર ચાલી રહી છે. SSP ગુરમીત સિંહ ચૌહાણે જણાવ્યું કે મામલાની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube