Women ની આંખમાં થી નીકળે છે `લોહીના આંસુ`, કારણ જાણીને ડોક્ટર્સના પણ ઉડ્યા હોશ
દરેક મહિલાને પીરિયડ્સ (Periods) દરમિયાન અલગ અલગ પ્રકારની તકલીફ થયા છે. કોઈને પેટમાં દુ:ખાવો થાય છે, કોઇને બ્લોટિંગની (Bloating) ફરિયાદ રહે છે. કોઇને હાથ પગમાં દુ:ખાવો થવા લાગે છે
નવી દિલ્હી: Weird News: દરેક મહિલાને પીરિયડ્સ (Periods) દરમિયાન અલગ અલગ પ્રકારની તકલીફ થયા છે. કોઈને પેટમાં દુ:ખાવો થાય છે, કોઇને બ્લોટિંગની (Bloating) ફરિયાદ રહે છે. કોઇને હાથ પગમાં દુ:ખાવો થવા લાગે છે તો કોઇને ભૂખ લાગતી નથી. પરંતુ ચંડીગઢની (Chandigarh) 25 વર્ષીય એક મહિલાને પીરિયડ્સ દરમિયાન આંખોમાંથી લોહીના આંસુ (Bloody Tears In Periods) નીકળવાની તકલીફ છે.
આંખોમાંથી નીકળે છે લોહીના આંસુ
ચંડીગઢની (Chandigarh) રહેવાસી આ 25 વર્ષની મહિલાનો કેસ 'બ્રિટિશ મેડિકલ જર્નલ'માં (British Medical Journal) પબ્લિશ થયો હતો. તેના અનુસાર 5 વર્ષ પહેલા મહિલાની આંખમાંથી લોહી નીકળવા (Bloody Tears) પર ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. તે દરમિયાન મહિલાને કોઇપણ પ્રકારનો દુ:ખાવો અથવા અન્ય કોઇ મુશ્કેલી નહોતી. તેની સાથે આવું બે વખત થયું હતું. ઘણા ટેસ્ટ કર્યા બાદ પણ ડોક્ટર્સ આ અજીબોગરીબ સમસ્યાને સમજી શક્યા ન હતા.
આ પણ વાંચો:- Health Tips: જાણો ઉનાળાની અસહ્ય ગરમીમાં લૂ લાગવાથી બચવાના સૌથી સરળ ઉપાયો
પીરિયડ્સ સાથે જોડાયેલ કનેક્શન
આ કેસને સારી રીતે સ્ટડી કર્યા બાદ ડોક્ટર્સને સમજાયું કે, માત્ર પીરિયડ્સ (Periods) દરમિયાન મહિલાની આંખમાંથી લોહી નીકળતું હતું. મહિલાના ઘણા ટેસ્ટ કર્યા બાદ તપાસમાં સામે આવ્યું કે, આ દુર્લભ સ્થિતિ આક્યૂલર વિકેરિયસ મેન્સ્ટ્રુએશન (Ocular Vicarious Menstruation) છે. જેના કારણે પીરિયડ્સમાં ગર્ભાશય (Uterus) ઉપરાં અન્ય અંગોમાંથી પણ લોહી નીકળે છે. આ બ્લીડિંગ હોઠ, આંખ, ફેફસા, પેટ અને નાકમાંથી પણ હોઈ શકે છે. આ કેસમાં મહિલાની આંખોમાંથી બ્લિડિંગ (Bloody Tears) થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube