નવી દિલ્લીઃ આપણા દેશમાં વિવિધ પ્રકારના બટાટા જોવા મળે છે. પરંતુ શું તમે વાદળી રંગના બટાટા જોયા છે. નહીં ને. મધ્યપ્રદેશના ભોપાલના ખજુરી કલા ગામમાં એક ખેડૂતે અનોખા પ્રકારના બટાટાની વાવણી કરી. મિશ્રીલાલ રાજપૂત નામના ખેડૂતે વાદળી રંગના બટાટા ઉગાવ્યા છે. ખેડૂતે આ બટાટાનું નામ નિલકંઠ રાખ્યું છે. ઉપરથી વાદલી રંગના દેખાતા આ બટાટા અંદરથી સામાન્ય બટાટા જેવા જ દેખાય છે. આવો જાણીએ આ અનોખી બટાટા વિશે વધુ માહિતી. આ બટાટાની ખાસિયત માત્ર રંગ જ નથી, પરંતુ સ્વાદની સાથે સાથે તેમાં આવેલા કુદરતી તત્વો શરીર માટે ખુબ ફાયદાકારક છે. આ બટાટા સામાન્ય બટાટા કરતા વધુ ઝડપથી પાકે છે અને તેમાં એન્ટી ઓક્સીડેન્ટની માત્રા પણ વધુ હોય છે. જેને કારણે તે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્કેટમાં હાલ આ બટાટા નહીં મળે-
ખેડૂત મિશ્રીલાલ હજુ આ બટાટા બજારમાં વેચાણ માટે નથી ઉતારી રહ્યાં. તેનો ઈરાદો સૌપ્રથમ તેના બિયારણની પુષ્કળ ઉપલબ્ધતા કરાવવાનો છે અને ત્યારબાદ તે આ બટાટાની યોગ્ય ખેતી કર્યા બાદ તેને બજારમાં વેચશે. ખેડૂત મિશ્રીલાલ શિમલાના કેન્દ્રીય બટાટા સંશોધન સંસ્થાનથી આ બટાટાના પ્રકારને લાવ્યા હતા.


શું છે વાદળી રંગના આ બટાટાની ખાસિયત-
વાદળી રંગના આ બટાટાના 100 ગ્રામમાં એન્થાસાયનિન તત્વનું પ્રમાણ 100 માઇક્રોગ્રામ અને કેરોટીનાઈડ્સનું પ્રમાણ 300 માઈક્રોગ્રામ સુધી હોય છે. સામાન્ય બટાકામાં 15 માઈક્રોગ્રામ એન્થાસયાનિન અને 70 માઈક્રોગ્રામ કેરોટીનોઈડ્સ હોય છે. આ તત્વોને સામાન્ય રીતે એન્ટી-ઓક્સીડેન્ટ કહેવામાં આવે છે. એન્ટિઓક્સિડન્ટ્સ શરીરમાં રહેલા હાનિકારક તત્વોનો નાશ કરે છે અને પાચનને સ્વસ્થ રાખે છે.


કોણ છે વાદળી રંગના બટાટા ઉગાવનાર ખેડૂત-
ભોપાલના મિશ્રીલાલનું કલા ગામમાં પોતાનું ખેતર ધરાવે છે. તેઓ અવાર-નવાર પોતાના ખેતરમાં અલગ અલગ પ્રયોગ કરતા રહેતા હોય છે. આ પહેલા તેમણે પોતાના ખેતરમાં લાલ રંગના ભિંડા ઉગાવી લોકોને ચોંકાવી દીધા હતા. ત્યારે આ વખતે તેમણે વાદળી રંગના બટાટા ઉગાવી કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ખેડૂત મિશ્રીલાલને કૃષિ વિભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.