નવી દિલ્હીઃ Board Exams 2021: કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના શિક્ષણ મંત્રીઓ અને વિભિન્ન રાજ્યોના શિક્ષણ સચિવોની સાથે ધોરણ 12 બોર્ડની બાકી પરીક્ષાઓ વિશે ચર્ચા કરવા એક વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલી બેઠકમાં કેન્દ્ર દ્વારા રાજ્યોને બે વિકલ્પ આપવામાં આવ્યા છે. તેમાં પ્રથમ વિકલ્પ અનુસાર ધોરણ-12ના વિદ્યાર્થીઓએ કેટલાક વિષયોની પરીક્ષા આપવી પડશે અને આ વિષયોના પ્રદર્શનના આધાર પર અન્ય બાકી વિષયો માટે માર્ક્સ જારી કરવામાં આવશે. તો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આપવામાં આવેલા બીજા વિકલ્પ અંગે દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરી શકાશે પરંતુ પરીક્ષાવ પદ્ધતિમાં ફેરફાર કરવો પડશે. તેમાં પરંપરાગત 3 કલાકના વિભિન્ન પ્રકારના પશ્નોની જગ્યાએ 1.5 કલાકનું એક પેપર હશે અને તેમાં માત્ર બહુવિકલ્પ પશ્નો હશે. પરંતુ દિલ્હીના શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, અમે આ બન્ને વિકલ્પોનો વિરોધ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનીષ સિસોદિયાએ કહ્યુ કે, ધોરણ 12ના 95 ટટકા વિદ્યાર્થીઓ 17.5 વર્ષથી વધુ ઉંમરના છે, કેન્દ્રએ નિષ્ણાંતો સાથે વાત કરવી જોઈએ કે શું તેને કોવિશીલ્ડ, કોવૈક્સીન રસી લગાવી શકાય છે. તેમણે કેન્દ્રને કહ્યું કે, વિદ્યાર્થીઓને રસી આપ્યા પહેલા બોર્ડની પરીક્ષા યોજવી ખુબ મોટી ભૂલ સાબિત થશે. 


સિસોદિયાએ બેઠકમાં કહ્યુ કે, કેન્દ્ર સરકારે ધોરણ-12ના વિદ્યાર્થીઓના રસીકરણના સંબંધમાં ફાઇઝર સાથે વાત કરવી જોઈએ. તેમણે કહ્યું કે, બાળકોની સુરક્ષા આપણી જવાબદારી છે. 


રાજનાથ સિંહે લેખિતમાં માંગ્યો જવાબ
બેઠકમાં રાજનાથ સિંહે પરીક્ષા કરાવવાને લઈને બધા રાજ્યો પાસે લેખિતમાં જવાબ માંગ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રીઓએ બે દિવસની અંદર લેખિતમાં જવાબ મોકલવો પડશે. રાજ્યો પાસેથી જવાબ મળ્યા બાદ 30 મેએ બેઠક યોજી અંતિમ નિર્ણય લેવામાં આવશે. 


આ રીતે લેવાય શકે છે પરીક્ષા
સૂત્રોએ જણાવ્યું કે, ધોરણ 12ની પરીક્ષા ઓબ્જેક્ટિવ ટાઇપના પેપર દ્વારા લેવાશે. સૂત્રએ કહ્યું કે, દિલ્હીને છોડી બીજા રાજ્યો પરીક્ષા લેવા માટે તૈયાર જોવા મળ્યા. સૂત્રએ કહ્યું કે, પરીક્ષાનું આયોજન હોમ સેન્ટર પર કરવામાં આવશે. સૂત્રએ કહ્યું કે, પાસવર્ડ પ્રોટેક્ટેડ ઈ-પેપર સેન્ટર મોકલવામાં આવશે. બેઠકમાં સીબીએસઈએ કહ્યું કે, તે જૂનના અંતિમ સપ્તાહમાં પરીક્ષા કરાવી શકે છે. 
 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube