નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશન (CBSE) સહિત મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશ બોર્ડે પણ 10 અને 12માં ધોરણની આગામી પરીક્ષાઓને ડેટશીટ જાહેર કરી દીધી છે. ત્યાર બાદ તે તમામ વિદ્યાર્થીઓનું ટેન્શન વધી ગયું છે, જે આ વખતે બોર્ડ એક્ઝામમાં ભાગ લેવાનાં છે. એવામાં તમામ વિદ્યાર્થીઓએ પોતાનો કોર્સ ખતમ કરીને રિવીઝનની પણ તૈયારીઓ ચાલુ કરી દીધી છે અને કેટલાએ તો પહેલા જ કોર્સ ખતમ કરીને રિવીઝન ચાલુ કરી દીધું છે, જો કે આ બધા વચ્ચે બાળક હંમેશા જ એવી કેટલીક નાનકડી ભુલો કરી બેસે છે જે તેનાં પરિણામોને પ્રભાવિત કરે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સાથે તમામ વિષયો વાંચવાનો પ્રયાસ કરવો
ક્યારે પણ એક સાથે તમામ વિષયો વાંચવાનો પ્રયાસ ન કરો. કારણ કે એવું કરવાથી કન્ફ્યુઝનમાં વધારો થઇ શકે છે. એટલા માટે જ્યારે પણ એક વિષય છોડીને બીજો વિષય હાથમાં પકડો તે અગાઉ ઓછામાં ઓછો અડધો કલાક રિલેક્સ થઇ જવું જરૂરી છે. 

એક જ વિષય સતત વાંચ્યા કરવો
એક જ સબ્જેક્ટને સતત વાંચતા રહેવાથી તમે બોર થઇ શકો છો. તેના કારણે અનેક વસ્તુઓ એક બીજાની સાથે મિક્સ થઇ જાય છે. જેનાં કારણે ચાલી પુરીક્ષા દરમિયાન જવાબો યાદ નથી આવતા અથવા તો યાદ આવે તો જવાબોમાં મિક્ષ થઇ જાય છે. એટલા માટે રૂટીનમાં એક દિવસ ઓછામાં ઓછા બે સબ્જેક્ટનો અભ્યાસ કરો જેથી વાંચવામાં તમારૂ મન ચોંટેલુ રહેશે. 

યોગ્ય ઉંઘ
પરીક્ષા સમયે મોટા ભાગનાં વિદ્યાર્થીઓ વાંચવાની લ્હાયમાં ઉંઘ ઘટાડી દે છે. ઘણી વખત વિદ્યાર્થીઓ આખી રાત જાગીને વાંચવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. જેના કારણે પરીક્ષા સમયે અનેક બાળકોની તબીયત ખરાબ થઇ જાય છે. જ્યારે કેટલાકને પરિક્ષા ખંડમાં ઉંઘ આવે છે. માટે ક્યારે પણ શેડ્યુલ હોય તેને બગાડવાની ભુલ ન કરો. 

ઝડપથી રિવિઝન કરવાનો પ્રયાસ
અનેક બાળકોને લાગે છે કે ઝડપથી વાંચીને વિષય ખતમ કરી દેવાથી તેમનાં મગજમાં ઝડપથી કેચઅપ થઇ જશે. જો કે આ એક ખોટો ભ્રમ છે. ક્યારેય ઝડપથી અભ્યાસ કરવાની ભુલ ન કરો. પરંતુ શાંત મગજથી અને આરામથી અભ્યાસ કરો. તેના કારણે રિવીઝનના સમયે જવાબ ભુલી નહી જાઓ. 

ડાયેટ પર નજર
અનેક વિદ્યાર્થીઓ હોય છે જે અભ્યાસ દરમિયાન ખાવાનું પણ એવોઇડ કરતા હોય છે. સતત વાંચ્યા કરે છે. એવામાં તબિયત ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે. એટલા માટે પરીક્ષા જ નહી આખા વર્ષ દરમિયાન ડાયેટ પર ખાસ ધ્યાન રાખવું જોઇએ. સારૂ સ્વાસ્થય હશે તો જ સારૂ મગજ હશે.