નવી દિલ્હી: બિહારના પશ્ચિમ ચંપારણમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. બગહામાં એક હોડી નદીમાં ડૂબી ગઈ. આ હોડીમાં 25 લોકો સવાર હતા. જેમાંથી 5 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે 20 લોકોની શોધ ચાલુ છે. નૌકા ડૂબી જવાની ખબર મળતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ છે. મલ્લાહો સાથે જ વિસ્તારના લોકો પણ નદીમાં ઉતરીને લોકોની શોધ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્ષમતા કરતા વધુ લોકો સવાર
આ હોડી શહેર તરફથી આવી રહી હતી અને તેમા ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતા. રસ્તામાં હોડી નદીના વમળમાં ફસાઈ ગઈ અને બેલેન્સ ગુમાવીને પાણીમાં ગરકાવ થઈ. હોડી ડૂબવાની ખબર મળતા જ લોકો બચાવ કાર્યમાં લાગી ગયા. 5 લોકોને આ દુર્ઘટનામાં બચાવવામાં આવ્યા છે. જ્યારે બાકીના 20 લોકોની શોધ ચાલુ છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે હોડીમાં લોકો ઉપરાંત પશુઓ પણ હતા જેના કારણે વમળમાં ફસાઈને હોડીનું સંતુલન બગડી ગયું. 


Covid-19 Alert: દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ? ફક્ત બે દિવસમાં બમણા થયા નવા કેસ!


ઘટનાસ્થળે પહોંચી એનડીઆરએફની ટીમ
અકસ્માત સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો. સ્થાનિક લોકો ઉપરાંત એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. ડૂબેલા લોકોની શોધ ચલાવી રહી છે. અત્રે જણાવવાનું કે બિહારમાં ચોમાસુ સતત સક્રિય છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે અહીં બાગમતી, ગંડક અને અધવારા નદીઓમાં પૂરની સ્થિતિ છે. હવામાન ખાતાએ આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની અલર્ટ જાહેર કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube