શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં પુલવામાં આતંકવાદીઓએ ગુરૂવારે સેનાના જે જવાને અપહરણ કર્યું હતું. તેની હત્યા મોડી સાંજે કરી દેવાઇ હતી. સેનાના જવાન ઓરંગજેબનું શબ પુલવામાં ગૂસો વિસ્તારમાંથી મળી આવ્યું હતું. અરંગઝેબ પુંછ જિલ્લાનો રહેવાસી હતો. જવાનના અપહરણના સમાચાર બાદ પોલીસ અને સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર ઓરંગઝેબ તે કમાંડો ગ્રુપનો હિસ્સો હતો, જેમાં હિજ્બુલ કમાન્ડર સમીર ટાઇગરને ઠાર માર્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ અનુસાર ઓરંગઝેબ 44 રાષ્ટ્રીય રાઇફલ્સમાં રાઇફલમેન તરીકે શોપિયા જિલ્લામાં ફરજ પર હતો. આતંકવાદીઓએ તે સમયે ઓરંગઝેબનું અપહરણ કર્યું જ્યારે તે ઇદની રજા લઇને ઘરે પરત ફરી રહ્યો હતો. ઓરંગઝેબ એન્ટી ટેરર ગ્રુપનો સભ્ય હતો. પુલવામાં અને આસપાસનાં વિસ્તારમાં આતંકવાદીઓ ખુબ જ સક્રીય છે. આથંકવાદીઓએ બુધવારે એક સ્થાનીક નાગરિક અને પોલીસ કર્મચારી પર પણ હૂમલો કરીને તેમનું અપહરણ કર્યું હતું. આ બંન્ને અંગે અત્યાર સુધી કોઇ જ માહિતી મળી શકી નથી.

અપહ્યત પોલીસ કર્મચારીની ઓલખ મોહમ્મદ ઇશ્ક અહેમદ તરીકે કરવામાં આવી છે તે સ્પેશ્યલ પોલીસ ઓફીસર (એસપીઓ)નો છે. જ્યારે સ્થાનિક નાગરિકની ઓળખ હજી સુધી કરી શકાય નથી. અત્રે ઉલ્લેખનીય છેકે રમઝાનનો મહિનો ચાલતો હોવાનાં કારણે સુરક્ષા દળો દ્વારા પોતાનાં તમામ ઓપરેશન્સ રોકી દેવાયા છે. જો કે તેનો ગેરફાયદો ઉઠાવીને આતંકવાદીઓ દહેશત ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.