ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો, બોઇંગ અપાચે, ચિનૂક હેલિકોપ્ટરે કરી ઉડ્યન
અમેરિકન સંરક્ષણ ક્ષેત્રની મહત્વની કંપની બોઇંગે પોતાના અપાચે અને ચિનુક સૈન્ય હેલિકોપ્ટરની પહેલી ઉડ્યન સફળતા પુર્વક પાર પાડ્યું છે
નવી દિલ્હી : અમેરિકાના સંરક્ષણ ક્ષેત્રની મહત્વની કંપની બોઇંગે પોતાના અપાચે અને ચિનૂક સૈન્ય હેલિકોપ્ટરની પ્રથમ ઉડ્યનનું સંચાલન કર્યું છે. ભારતીય વાયુસેનાને આ હેલિકોપ્ટરની ગણત્રી આવતા વર્ષથી ચાલુ થશે. અધિકારીઓએ આજે આ અંગેની માહિતી આપી. ભારત બોઇંગથી 22 એએચ-64 ઇ અપાચે હેલિકોપ્ટર તથા 15 સીએચ-47એફ ચિનુક હેવી લિફ્ટ હેલિકોપ્ટરની ખરીદી કરી રહ્યા છે. બોઇંગ ઇન્ડિયાના અધ્યક્ષ પ્રત્યુષ કુમારે નિવેદનમાં જણાવ્યું કે, ભારતના અપાચે અને ચિનુક હેલિકોપ્ટરોની પહેલ ઉડ્યન ભારતીય સૈન્ય ક્ષમતાઓને મજબુત કરવાની દિશામાં એક મહત્વપુર્ણ ઉપલબ્ધી છે.
આવતા વર્ષથી ચાલુ થશે ડિલીવરી
અધિકારીઓએ કહ્યું કે, આ સૈન્ય હેલિકોપ્ટરની ડિલિવરી આવતા વર્ષે ચાલુ થશે. કુમારે કહ્યું કે, ભારતને એએચ-64ઇ અપાચે તથા સીએચ-47 એફ ચિનુક હેલિકોપ્ટરોના સૌથી આધુનિક સંસ્કરણ મળશે. કુમારે કહ્યું કે, ભારતીય ઉદ્યોગના ભાગીદાર ડાયનામેટિક્સ શિ નૂકના ઘણા હિસ્સાઓનું નિર્માણ કરી રહ્યા છે. બીજી તરફ હૈદરાબાદમાં ટાટા બોઇંગના સંયુક્ત ઉદ્યમ અપાચે માટે પુર્ણ ફ્યુઝલેગનું નિર્માણ કરી રહ્યા છે. સરકારે ભારતીય વાયુસેના માટે 22 અપાચે તથા 15 ચિનૂક હેલિકોપ્ટરને અનુંબધને સપ્ટેમ્બર, 2015માં અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
2015માં મળી હતી મંજૂરી
સપ્ટેમ્બર,2015 માં ભારતીય સંસદે આશરે અઢી બિલિયન ડોલરની એક સમજુતીને મંજુરી આપી હતી. જેના અનુસાર ભારતને અમેરિકી કંપની બોઇંગથી 37 સૈન્ય હેલિકોપ્ટર ખરીદ્યા હતા. તે સમયે કહેવામાં આવ્યું હતું કે, ભારત 22 અપાચે હેલિકોપ્ટર અને 15 ચિનુક હેલીકોપ્ટર અમેરિકા પાસેથી ખરીદશે અને તે ભારતીય જુથમાં રહેલા જુના રશિયન હેલિકોપ્ટરનું સ્થાન લેશે.
930 મિલિયન ડોલરની ડીલ
જે સમજુતીને મંજુરી મળી છે, તેના અનુસાર અમેરિકી કંપની 6 તૈયાર હેલિકોપ્ટર ભારતને વેચશે, જેની કિંમત 930 મિલિયન ડોલર ગણાવાઇ છે. અમેરિકાના ડિફેન્સ સિક્યોરિટી કોર્પોરેશન એજન્સીનું કહેવું છે કે, અપાચે AH64E હેલીકોપ્ટર ભારતીય સેનાની સંરક્ષણાત્મક ક્ષમતાને વધારશે. તેના કારણે ભારતીય સેનાને જમીન પર રહેલા ખતરા સામે લડવામાં મદદ મળશે. સાથે જ સેનાનું આધુનિકરણ પણ થશે.
અપાચે હેલિકોપ્ટરની ખાસિયત
- આશરે 16 ફુટ ઉંચા અને 18 ફુટ પહોળા અપાચે હેલિકોપ્ટરને ઉડ્યન માટે બે પાયલોટ હોવા જરૂરી છે.
- અપાચે હેલિકોપ્ટરની મોટી વિંગને ચલાવવા માટે બે એન્જીન હોય છે, આ કારણે તેની ઝડપ ખુબ જ વધારે છે
- મહત્તમ સ્પીડ 280 કિલોમીટર પ્રતિ કલાક છે.
- અપાચે હેલિકોપ્ટરની ડિઝાઇન એવી છે કે તેને રડાર પર પકડવી મુશ્કેલ હોય છે.
- બોઇંગના અનુસાર બોઇંગ અને અમેરિકન લશ્કર વચ્ચે સ્પષ્ટ ડિલ છે કે કંપની તેની સારસંભાળ માટે હંમેશા સેવાઓ આપશે પરંતુ તે મફત નહી હોય.
- સૌથી ખતરનાક હથિયાર 16 એન્ટી ટેંક મિસાઇલ છોડવાની ક્ષમતા.
- હેલીકોપ્ટરની નીચે લાગેલ રાઇફલમાં એકવારમાં 30 એમએમની 1200 ગોળીઓ ભરી શકાય છે.
- ફ્લાઇંગ રેંજ આશરે 5500 કિલોમીટર છે.
- આ એક વખતમાં પોણાત્રણ કલાક સુધી ઉડી શકે છે.
ચિનુકની ખાસિયત
- CH-47D ચિનૂક હેલીકોપ્ટર યુએસ આર્મીની ખાસ શક્તિ છે.
- એક મલ્ટીમિશન શ્રેણીના હેલિકોપ્ટર છે
- આ હેલિકોપ્ટરમાં બેસીને અમેરિકી કમાંડો ઓસામા બિન લાદેનને મારવા માટે ગયા હતા
- વિયતનામથી માંડીને ઇરાકના યુદ્ધો સુધી સમાવિષ્ઠ ચિનૂક બે રોટર ધરાવતું હેવીલિફ્ટ હેલીકોપ્ટર છે
- પહેલા ચિનુકે 1962માં ઉડ્યન કરી હતી ત્યારથી અત્યાર સુધી તેમાં તમામ પ્રકારનાં સુધારાઓ છે.
- ભારત જે ચિનુકને ખરીદી રહ્યું છે, તેનું નામ છે સીએચ47 એફ
- તે 9.6 ટનનું વજન ઉઠાવે છે, તેમાં મોટા પ્રમાણમાં મશીનરી, તોપો અને બખ્તરબંધ ગાડીઓનો સમાવેશ થાય છે
-તેની બીજી ખાસીયત છે તેની ઝડપી ગતિ.