સની દેઓલ પણ કોરોનો પોઝિટિવ, હિમાચલમાં ચાલી રહી છે સારવાર
- સની દેઓલ હંમેશા હિમાચલ પ્રદેશ જતા રહે છે. આ વખતે તેઓ ખભાની સર્જરી બાદ આરામ માટે મનાલી આવ્યા હતા.
- હવે તેઓને થોડા દિવસ હિમાચલ પ્રદેશમા જ રહેવુ પડશે. જોકે, હાલ તેઓ ડોક્ટરની નજરહેઠળ છે
ઝી મીડિયા/બ્યૂરો :એક-એક કરીને બોલિવુડના અનેક સેલિબ્રિટી કોવિડ પોઝિટિવ (Covid-19 Positive) થઈ ચૂક્યા છે. આવામાં બોલિવુડ એક્ટર અને ગુરુદાસપુરના ભાજપના સાંસદ સની દેઓલ (Sunny Deol) પણ કોરોના પોઝિટિવ થયા છે. હિમાચલ પ્રદેશના સ્વાસ્થય સચિવ અમિતાભ અવસ્થી આ માહિતી આપી છે.
આ પણ વાંચો : હવાઈ મુસાફરી કરતા પહેલા જાણી લો, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
મુંબઈ જવા નીકળવાના હતા સની દેઓલ
સ્વાસ્થ્ય સચિવ અમિતાભ અવસ્થીએ જણાવ્યું કે, સની દેઓલ ગત કેટલાક દિવસોથી કુલ્લુ જિલ્લામાં રહેતા હતા. સ્વાસ્થ્ય સચિવે માહિતી આપી કે, જિલ્લા મુખ્ય હેલ્થ અધિકારી પાસેથી મળેલી માહિતી અનુસાર સાંસદ અને તેમના મિત્ર મુંબઈ જવા રવાના થવાના હતા, પરંતુ મંગળવારે કોવિડ 19ના રિપોર્ટ દરમિયાન તેઓ સંક્રમિત થયા હતા.
હિમાચલમાં હતા સની દેઓલ
સની દેઓલ હંમેશા હિમાચલ પ્રદેશ જતા રહે છે. આ વખતે તેઓ ખભાની સર્જરી બાદ આરામ માટે મનાલી આવ્યા હતા. આ દરમિયાન પરિવારજનો પણ તેમની સાથે હતા. પરંતુ થોડા દિવસોમાં જ તેમનો પરિવાર મુંબઈ પરત ફર્યો હતો. જોકે, હવે એક્ટર કોરોના વાયરસના સંક્રમણમાં આવ્યા છે. આવામાં હવે તેઓને થોડા દિવસ હિમાચલ પ્રદેશમા જ રહેવુ પડશે. જોકે, હાલ તેઓ ડોક્ટરની નજરહેઠળ છે.