નવી દિલ્હી :બોલિવુડ મહાનાયક અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે સન્માન મળ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને આ સન્માન આપ્યું છે. આ પ્રસંગે અમિતાભે ભારતની જનતાનો આભાર માન્યો હતો. સન્માન મળ્યા બાદ બચ્ચને ભારત સરકા, જ્યૂરીને સદસ્યો પ્રતિ પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ઈશ્વરની કૃપા, માતાપિતાના આર્શીવાદ ઉપરાંત ભારતની જનતાના પ્રેમને કારણે હું અહી ઉભો છું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘મોમા મારા ભભમ ભભમ ગાડી લાયા....’ તીડના ત્રાસ વચ્ચે પેટ પકડીને હસાવતો video બનાવાયો


Secret Tales : યશરાજ બેનરનું સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે છે ખાસ કનેક્શન


ઉલ્લેખનીય છે કે, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ભારત સરકાર તરફથી આપવામાં આવે છે. ભારતીય સિનેમામાં કોઈ વ્યક્તિ વિશેષના ખાસ યોગદાન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર સૌથી પહેલા 1969માં અભિનેત્રી દેવિકા રાનીને આપવામાં આવ્યો હતો. અમિતાભ બચ્ચન પહેલા વિનોદ ખન્ના, મનોજ કુમાર, શશી કપૂર સહિત બોલિવુડના અનેક કલાકારોને આ વિશેષ યોગદાનથી નવાજવામાં આવી ચૂક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....