નવી દિલ્હી : ગુરૂવારે સવારે પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપુરના નારાયણગઢમાં ટીએમસી પાર્ટી કાર્યાલયમાં એક બોમ્બ વિસ્ફોટની માહિતી મળી હતી. આ બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધી બે લોકોના મોત થયા અને ચાર લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી હતી. આ બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધી બે લોકોનાં મોત થયા અને ચાર લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના તે સમયે થઇ જ્યારે ટીએમસીના સભ્યો એક મીટિંગમાં ભાગ લેવા માટે પાર્ટી ઓફીસ પહોંચ્યા હતા. જણાવાઇ રહ્યું છે કે જે રીતે તેમણે ઓફીસનો દરવાજો ખોલ્યો તે જ સમયે એક મોટો વિસ્ફોટ થઇ ગયો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થઇ ગયું. મૃતકની ઓળખ ટીએમસી સભ્ય સંદીપ્ત ઘોષ તરીકે થઇ છે. આ બોમ્બ વિસ્ફોટમાં કુલ પાંચ લોકો ઘાયલ થયા હતા. જેમાં એક ગંભીર રીતે ઘાયલ હતો. તમામ ઘાયલોને સારવાર માટે મિદનાપુર મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ મિદનાપુર ખાતે મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન વધારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેના પગલે વિસ્ફોટમાં મરનારા લોકોની સંખ્યા 2 થઇ ગઇ. 

પોલીસ તપાસ શરૂ
બોમ્બ વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફને ખડકી દેવામાં આવ્યો હતો. નારાયણગઢ પોલીસ દ્વારા આ મુદ્દે ફરિયાદ દાખલ કરી દેવાઇ છે. વિસ્ફોટની પણ તપાસ ચાલુ કરી દેવામાં આવી રહી છે. દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ સાંત્વના વ્યક્ત કરવામાં આવી છે.