હવે વહુએ મૃતક પતિના માતા પિતાને ભરણપોષણ ભથ્થું આપવાની જરૂર નથી. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક કેસમાં આ આદેશ આપ્યો છે. બેન્ચે 38 વર્ષની મહિલા શોભા તિડકે દ્વારા દાખલ  અરજીમાં આ આદેશ આપ્યો. પોતાની અરજીમાં તેમણે સ્થાનિક કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને પડકાર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ ન્યાયમૂર્તિ કિશોર સંતની સિંગલ બેન્ચે 12 એપ્રિલના રોજ શોભા તિડકે દવારા દાખલ અરજી પર પોતાનો આદેશ આપ્યો હતો. શોભા તિડકેએ મહારાષ્ટ્રના લાતુરમાં ન્યાયધિકારી ગ્રામ ન્યાયલય (સ્થાનિક કોર્ટ) દ્વારા અપાયેલા ચુકાદાને પડકાર્યો હતો. આદેશમાં મહિલાના મૃત પતિના માતા પિતાને ભરણ પોષણ ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 


મહિલાની અરજી પર ચુકાદો આપતા હાઈકોર્ટે કહ્યું કે દંડ પ્રક્રિયા સહિતાની કલમ 125ને જોઈએ તો સ્પષ્ટ છે કે આ કલમમાં સાસુ અને સસરાનો ઉલ્લેખ નથી. આવામાં અરજીકર્તા પાસે ભરણ પોષણનો દાવો કરવા માટે પ્રતિવાદીઓ (માતા પિતા) દ્વારા કોઈ કેસ બનતો નથી. 


અરજીકર્તા શોભાનો પતિ MSRTC (મહારાષ્ટ્ર રાજ્ય રોડ પરિવહન નિગમ) માં કામ કરતો હતો. તેનું મૃત્યુ થયું. ત્યારબાદ તેણે મુંબઈની સરકારી જેજે હોસ્પિટલમાં કામ કરવાનું શરૂ કર્યું. પુત્રના મોત બાદ શોભા તિડકેના સસરા કિશનરાવ (68) અને કાંતાબાઈ તિડકે (60) એ દાવો કર્યો કે તેમના પુત્રના મૃત્યુ બાદ તેમની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. આવામાં તેમની વહુ દ્વારા તેમને ભરણ પોષણ ભથ્થુ આપવામાં આવે. 


કોર્ટમાં જ્યારે આ મામલો પહોંચ્યો તો મહિલાએ દાવો કર્યો કે તેના પતિના માતા પિતા પાસે તેમના ગામમાં જમીન અને એક ઘર છે. આ સાથે જ તેમને વળતર તરીકે એમએસઆરટીસીમાંથી પણ 1.88 લાખ રૂપિયા મળ્યા છે. તમામ પક્ષોની દલીલો સાંભળીને હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે સ્પષ્ટ છે કે મૃતક પતિ MSRTC માં કામ કરતો હતો. જ્યારે અરજીકર્તા (શોભા) હવે રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગમાં છે. તેનાથી સ્પષ્ટ છે કે તેની નિયુક્તિ અનુકંપાના આધારે થઈ નથી. આ સાથે જ મૃત વ્યક્તિના માતા પિતાને તેમના પુત્રના મૃત્યુ બાદ વળતરની રકમ મળી હતી અને તેમની પાસે પોતાની જમીન અને પોતાનું ઘર છે. આવામાં અરજીકર્તા પાસેથી ભરણ પોષણનો દાવો કરવા માટે પ્રતિવાદીઓ (માતા પિતા) દ્વારા કોઈ કેસ બનતો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube