લોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે મંગળવારે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે જાહેર ક્ષેત્રની બેંકોને લોન ભરપાઈ ન કરનારા વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર (LOC) ઈશ્યું કરવાનો કોઈ કાનૂની હક નથી. કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ માધવ જામદારની  બેન્ચે કેન્દ્ર સરકારના ઓફિસ મેમોરેન્ડરમની અલમને ગેરબંધારણીય જાહેર કરી હતી. આ કલમમાં જાહેર ક્ષેત્રની બેંકોને આવા કેસમાં LOC ઈશ્યુ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે વધુમાં કહ્યું કે ઈમિગ્રેશન બ્યુરો આવા એલઓસી પગલાં લેશે નહીં. સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે તેનો નિર્ણય કોઈ પણ ટ્રિબ્યુનલ અથવા ફોજદારી કોર્ટના આદેશને અસર કરશે નહીં, જેમાં કોઈને વિદેશ પ્રવાસ કરતા અટકાવામાં આવ્યા હોય. 


પહેલા તબક્કાના મતદાન બાદ એકાએક 'M' ફેક્ટર પર કેમ વધી ગયું ભાજપનું ફોકસ?


અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે 2018માં બેંકોને LOC ઈશ્યુ કરવાનો હક આપ્યો હતો. જે હેઠળ કોઈ વ્યક્તિનું વિદેશ જવું દેશના આર્થિક હિત માટે નુકસાનકારક હોય તો તેને રોકી શકાય છે. અરજીકર્તાઓએ એવો તર્ક આપ્યો કે 'ભારતના આર્થિક હિત'ની સરખામણી કોઈ પણ બેંકના 'નાણાકીય હિતો' સાથે કરી શકાય નહીં. 


ધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, જાણો ડરામણા કિસ્સા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube