Bombay High Court: ડ્રાઈવિંગ કરતી વખતે કારમાં ખરાબી આવવી એ એક સામાન્ય ઘટના છે, પરંતુ ઘણી વખત લોકો તેના કારણે જીવ ગુમાવે છે. વર્ષ 2010માં ટાયર ફાટવાને કારણે થયેલા મૃત્યુના કેસમાં બોમ્બે હાઈકોર્ટે વીમા કંપની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. વળતર સામે વીમા કંપનીની અરજીને ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે 'ટાયર ફાટવું એ દૈવીય ઘટના નથી, પરંતુ માનવીય બેદરકારી છે'. આ સાથે વીમા કંપનીને 1.25 કરોડનું વળતર ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે. વીમા કંપનીએ દાવો કર્યો હતો કે તે ભગવાનના કાયદા હેઠળ  (Act of God) આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ એસજી ડિગેની બેન્ચે 17 ફેબ્રુઆરીના તેના આદેશમાં મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલના 2016ના નિર્ણય સામે 'ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ'ની અપીલને ફગાવી દીધી હતી. ટ્રિબ્યુનલે આ વીમા કંપનીને મકરંદ પટવર્ધનના પરિવારને રૂ. 1.25 કરોડ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. 25 ઓક્ટોબર, 2010ના રોજ, મકરંદ પટવર્ધન તેના બે સાથીદારો સાથે પુણેથી મુંબઈ જઈ રહ્યા હતા અને ડ્રાઈવરની બેદરકારીને કારણે કારનું પાછળનું વ્હીલ ફાટ્યું અને કાર ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં મકરંદ પટવર્ધન (38)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું.


ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં કહ્યું હતું કે મકરંદ પટવર્ધન પરિવારમાં એકમાત્ર કમાતા સભ્ય હતા. અપીલમાં વીમા કંપનીએ વળતરની રકમને વધુ પડતી ગણાવી હતી અને કહ્યું હતું કે ટાયર ફાટવાની ઘટના દિવ્ય  (Act of God) છે અને ડ્રાઇવરની બેદરકારીના કારણે બની નથી. હાઈકોર્ટને વીમા કંપનીની દલીલ પસંદ ન પડી અને કહ્યું કે, એક્ટ ઓફ ગોડ એટલે  (Act of God) આવી અણધારી કુદરતી ઘટના, જેના માટે માણસ જવાબદાર નથી. પરંતુ, ટાયર ફાટવું એ દૈવીય ઘટના કહી શકાય નહીં. આ માનવીય બેદરકારી છે."


'શારીરિક ઈચ્છા વગર સગીરાની પીઠ અને માથા પર હાથ ફેરવવો એ મર્યાદાનું અપમાન નથી'


વિદાય ટાણે અચાનક વરરાજા કપડાં ફાડવા લાગ્યા, લોકોએ હાથમાં ચપ્પલ ....જાણીને સ્તબ્ધ થશો


PM મોદીના કારણે  પુતિન બદલશે રણનીતિ? G20 બેઠકમાં ભાગ લેવા આવી શકે છે ભારત


ટાયરની સંભાળ કેવી રીતે રાખવી


સમયાંતરે ટાયરનું દબાણ તપાસવું જોઈએ


- ટાયરમાં હવા ઓછી થવાની સીધી અસર એન્જિન અને માઈલેજ પર પડે છે.


હાઈ ટાયર પ્રેશર પણ એક સમસ્યા છે. ટાયર વારંવાર ફૂટે છે.


- ઉનાળાની ઋતુમાં ટાયરની હવા થોડી ઓછી રાખવાની સલાહ આપવામાં આવે છે.


- જ્યારે પણ તમે તમારી કારમાં મુસાફરી પર જાઓ છો, ત્યારે તમામ ચાર પૈડાં પર એક નજર નાખો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube