નાસિક: ઓનલાઈન બ્લ્યૂ વ્હેલ ગેમનું જોખમ એકવાર ફરીથી ભારતમાં વધી રહ્યું છે. મહારાષ્ટ્રના નાસિકમાં બ્લ્યૂ વ્હેલના કારણે 18 વર્ષના યુવકે આત્મહત્યા કરી લીધી. ઘટના ગાયકવાડ વિસ્તારની છે. આ ગેમના ચક્કરમાં આવીને તુષાર જાધવ નામના યુવકે સૌથી પહેલા પોતાના હાથની નસ કાપી લીધી અને ત્યારબાદ તેણે ફિનાઈલ પી લીધુ. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. અત્રે જણાવવાનું કે ભારતમાં આ ગેમથી પ્રભાવિત થઈને આત્મહત્યા કરવાનો આ  પહેલો કિસ્સો નથી. આ અગાઉ પણ દેશના અનેક વિસ્તારોમાંથી આ ગેમના પગલે આત્મહત્યા કરવાના બનાવો સામે આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આ બ્લ્યૂ વ્હેલ ગેમ
અત્રે જણાવવાનું કે મોબાઈલ અને લેપટોપ પર રમાતી આ ગેમમાં 50 દિવસ અલગ અલગ ટાસ્ક મળે છે. પ્રત્યેક ટાસ્કને લાગૂ કર્યા બાદ ગેમ રમનારાએ પોતાના હાથ પર નિશાન બનાવવું પડે છે. જે 50 દિવસમાં પૂરું થઈને વ્હેલનો આકાર બની જાય છે  અને ટાસ્ક પૂરું કરનારાઓએ આત્મહત્યા કરવી પડે છે. આ ઈન્ટરનેટ પર રમાતી ગેમ છે. દુનિયાભરના અનેક દેશોમાં આ ગેમ ઉપલબ્ધ હોવાનો દાવો કરાય છે. આવામાં આ ગેમ ખુબ જ ખતરનાક છે. યુવાઓ આ ગેમથી ખુબ પ્રભાવિત છે. તેની ઝપેટમાં આવીને યુવાઓ આત્મહત્યા કરવા માટે મજબૂર થાય છે. 


સુરતનો આ Video થયો વાયરલ, પાણીપુરીમાં એવી વસ્તું નાખી...લોકોને જોઈને આંખે અંધારા આવી ગયા


રશિયામાં થઈ આ ગેમની શરૂઆત
આ અગાઉ પણ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક કિશોરે આ ગેમની ઝપેટમાં આવીને આત્મહત્યા કરી હતી. રિપોર્ટનું માનીએ તો આ ગેમને રશિયાના સાઈબેરિયા પ્રાંતમાં એક વ્યક્તિએ શરૂ કરી હતી. ફિલિપ બુદેકિન નામના 22 વર્ષના યુવકે આ બ્લ્યૂ ચેલેન્જની શરૂઆત કરી હતી. હાલ રશિયાના યુવાઓને મરવા માટે પ્રોત્સાહિત કરવાના ગુનામાં તે જેલમાં સજા કાપી રહ્યો છે. અત્રે જણાવવાનું કે બ્લ્યૂ વ્હેલના પડકારને પહોંચી વળવા માટે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સે પહેલા કરતા વધુ આકરા પગલાં લીધા છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર બ્લ્યૂ વ્હેલ સર્ચ કરવા પર તમને પૂછવામાં આવે છે કે શું તમે કોઈ તકલીફમાંથી પસાર થઈ રહ્યા છો, અમે તમારી મદદ  કરી શકીએ છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube