નવી દિલ્હીઃ વૉશિંગ મશિનમાં પડેલા દોઢ વર્ષના એક બાળકને તબીબોની અથાગ મહેનત બાદ આખરે બચાવી લેવામાં આવ્યું. વોશિંગ મશીનના શૉપ વોટરમાં પડેલું આ બાળક 15 મિનિટ સુધી અંદર જ રહ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ઘટના બાદ બાળક લગભગ 7 દિવસ સુધી કોમામાં રહ્યું હતુ અને આ દરમિયાન તેને વેંટિલેટર પર રાખવામાં આવ્યું હતું. વસંત કુંજ સ્થિત Fortis Hospitalના તબીબોનું કહેવું છકે 12 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ બાળકને સ્વસ્થ થઈને ઘરે મોકલી દીધું છે. સારવાર બાદ બાળક સામાન્ય વ્યવહાર કરી રહ્યું છે અને સામાન્ય રીતે જ ચાલી રહ્યું છે. 


Ofneonatology અને Paediatricsના નિર્દેશક ડૉક્ટર રાહુલ નાગપાલે જણાવ્યું કે ચિકિત્સકો અનુસાર, જ્યારે બાળકને હોસ્પિટલ લાવવામાં આવ્યું ત્યારે બેભાન હતું. રિસ્પોન્સ નહોતું કરી રહ્યું. તેને શરદી અને શ્વાસ લેવામાં તકલીફ હતી. બાળક લીલુ થઈ ગયું હતું. હૃદયના ધબકારા ધીમા હતા અને બીપી તથા પલ્સ રેટ નહોતી. 


આ પણ વાંચોઃ House of Horror: મહિલા બળાત્કાર માટે ના પાડતી તો ખૂંખાર વાંદરાઓ વચ્ચે છોડી દેવાતી


બાળકની માતાએ કહ્યું કે તેનું બાળક ટોપ લોડિંગ વોશિંગ મશિન અંદર રહેલા શૉપ વોટરમાં લગભગ 15 મિનિટ સુધી રહ્યું. મશિનની લીડ ખુલી હતી. મહિલા રૂમમાંથી બહાર હતી અને જ્યારે તે પરત ફરી ત્યારે તેનું બાળક રૂમમાં નહોતું. મહિલાને આશંકા છેકે ખુરશી પર ચડીને બાળક વોશિંગ મશિનમાં પડ્યું હશે. ડૉક્ટર નાગપાલનું કહેવું છેકે 15 મિનિટ કરતા ઓછા સમય સુધી વોશિંગ મશિનમાં રહ્યું હશે નહીં તો તેનો જીવ બચવો અશક્ય છે. છતાં પણ બાળકનું જીવિત રહેવું એ ચમત્કારથી ઓછું કંઈ જ નથી. 


Paediatrics વિભાગના કન્સલટન્ટ ડૉક્ટર હેમાંશી જોશીએ કહ્યું કે, હોસ્પિટલમાં બાળકને ગંભીર પરિસ્થિતિમાં લાવવામાં આવ્યું હતું. શોપ વોટરના કારણે શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. બાળકને કેમિકલ નિમોનિયા થઈ ગયું હતું. ફેફસામાં સમસ્યા હતી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. કેમિકલના કારણે ફેફડા ચોક થઈ ગયા હતા. તેને બેક્ટેરિયલ નિમોનિયા પણ થયો હતો. ત્યાર બાદ આંતરડાનું ઈન્ફેક્શન થયું હતું.


આ પણ વાંચોઃ કોણ છે દેશના ' સર્વશ્રેષ્ઠ  PM ઉમેદવાર' , જાણી લો PM મોદી છે કેટલા લોકપ્રિય?


બાળકને તરત જ જરૂરી એન્ટિબાયોટિક અને IV ફ્લૂટ સપોર્ટ આપવામાં આવ્યો. જે બાદ તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો. ધીમે ધીમે તે પોતાની માતાને ઓળખવા લાગ્યો અને ત્યાર બાદ વેન્ટિલેટર પરથી હટાવવામાં આવ્યો. બાળકને જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યા પહેલાં 7 દિવસ સુધી ICUમાં રાખવામાં આવ્યું હતું. બાળકના મગજનું સિટી સ્કેન પણ કરવામાં આવ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube