BoycottTanishq: તનિષ્કની નવી જાહેરાત પર લોકો લાલઘૂમ, આખરે કંપનીએ હટાવ્યો વીડિયો
જાહેરાતમાં હિન્દુ છોકરીના મુસ્લિમ છોકરા સાથે લગ્ન દેખાડવામાં આવ્યા છે. યૂઝર્સનો ગુસ્સો એટલો વધારે હતો કે ટ્વિટર પર #BoycottTanishq ટ્રેન્ડ કરવા લાગ્યું. જો કે વિવાદ વધી જતા આખરે તનિષ્કે વીડિયો પોતાની યુટ્યૂબ ચેનલ પરથી હટાવી લીધો.
નવી દિલ્હી: તહેવારની સીઝન પહેલા દેશની જાણીતી જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક (Tanishq)એ પોતાના પ્રમોશન માટે એક નવી જાહેરાત બનાવી. આ જાહેરાતનો વીડિયો સામે આવતાની સાથે જ લોકો ધૂંધવાયા. ટ્વિટર પર તનિષ્કને ટ્રોલ કરવા લાગ્યા. તેની પાછળનું કારણ એ હતું કે જાહેરાતમાં હિન્દુ છોકરીના મુસ્લિમ છોકરા સાથે લગ્ન દેખાડવામાં આવ્યા છે. યૂઝર્સનો ગુસ્સો એટલો વધારે હતો કે ટ્વિટર પર #BoycottTanishq ટ્રેન્ડ કરવા લાગ્યું. જો કે વિવાદ વધી જતા આખરે તનિષ્કે વીડિયો પોતાની યુટ્યૂબ ચેનલ પરથી હટાવી લીધો.
શું છે તનિષ્કની જાહેરાતમાં?
તનિષ્કની નવી જાહેરાતમાં એક હિન્દુ મહિલાને દેખાડવામાં આવી છે. જેની લગ્ન મુસ્લિમ પરિવારમાં થયા છે. વીડિયોમાં આ મહિલાની ગોદભરાઈ એટલે કે બેબી શાવર (Baby Shower) ના ફંકશનને દેખાડવામાં આવ્યું છે. મુસ્લિમ પરિવાર હિન્દુ કલ્ચર પ્રમાણે તમામ વિધિ કરે છે. છેલ્લે ગર્ભવતી મહિલા સાસુને પૂછે છે કે મા, આ વિધિ તો આપણા ઘરમાં નથી થતી ને! તો તેની સાસુ જવાબ આપે છે કે પણ દીકરીને ખુશ રાખવાની વિધિ તો દરેક ઘરમાં થાય છે ને! વીડિયોમાં હિન્દુ-મુસ્લિમ પરિવારને એકજૂથ દેખાડવાની કોશિશ કરાઈ છે. તનિષ્કની આ જાહેરાતનું નામ એકત્વમ (Ekatvam) રાખેલુ હતું. લોકોની નારાજગી જોતા તનિષ્કે આ વીડિયો પોતાની યુટ્યૂબ ચેનલ પરથી હટાવી દીધો છે.
લોકોને ન ગમ્યો વીડિયો
વીડિયો સામે આવ્યા બાદ તનિષ્કે લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો, તેના બહિષ્કારની માગણી ઉઠી. લોકોએ હિન્દુ-મુસલમાન વિશે વાત કરતી આ એડને જરાય પસંદ કરી નહી. આ એડને લવ જેહાદને પ્રોત્સાહન આપનારી ગણાવી. ટ્વિટર પર તનિષ્ક વિરુદ્ધ મુહિમ છેડાઈ ગઈ. લોકો તનિષ્કના ઘરેણા ન ખરીદવાની વાત કરીને તેના બહિષ્કારની વાતો કરવા લાગ્યા.
સોશિયલ મીડિયા પર રિએક્શન