આંબેડકરની મૂર્તિ પર ચડાવ્યો ભગવો રંગ, ભાજપે કહ્યું, અમારે તેની સાથે કોઇ લેવાદેવા નથી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ પણ અહીં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની મૂર્તિઓ સાથે છેડછાડની ઘટનાઓ અટકવાનું નામ લઇ નથી રહી. આ વખતે બદાયૂં જિલ્લામાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની મૂર્તિ પર તોફાની તત્વોએ ભગવો રંગ લગાવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે 7 એપ્રિલના રોજ કેટલાક તોફાની તત્વોએ બાબા સાહેબની મૂર્તિની આ પ્રકારે છેડછાડ કરી હતી. આ ઘટના ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની છે.
બદાયૂં, ખાલિદ રિયાઝ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ પણ અહીં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની મૂર્તિઓ સાથે છેડછાડની ઘટનાઓ અટકવાનું નામ લઇ નથી રહી. આ વખતે બદાયૂં જિલ્લામાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની મૂર્તિ પર તોફાની તત્વોએ ભગવો રંગ લગાવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે 7 એપ્રિલના રોજ કેટલાક તોફાની તત્વોએ બાબા સાહેબની મૂર્તિની આ પ્રકારે છેડછાડ કરી હતી. આ ઘટના ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની છે.
બદાયૂંના કુંવરગાંવ પોલીસ ક્ષેત્રના દુગરૈયા ગામમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની મૂર્તિ છે. થોડા દિવસો અગાઉ કેટલાક તોફાની તત્વોએ આ મૂર્તિ સાથે છેડછાડ કરી હતી, ત્યારબાદ આ વિસ્તારના લોકોએ રોષ પ્રગટ કર્યો હતો. ઉતાવળમાં આગરાથી મંગાવીને તે જગ્યા પર બાબા સાહેબ આંબેડકરની નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. 7 એપ્રિલના રોજ કોઇએ આ મૂર્તિને ભગવા રંગમાં રંગી દીધી. આ વિસ્તારના કેટલાક લોકોનું કહેવું છે કે બાબા સાહેબની નવી મૂર્તિ ભગવા રંગની જ મંગાવવામાં આવી હતી.
બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર ભગવો રંગ ચઢાવ્યા બાદ લોકો આશ્વર્યમાં છે કે તો કેટલાક લોકો રોષ પણ પ્રકટ કરી રહ્યાં છે. આ મામલે વહિવટીતંત્રના ઓફિસરો અને પોલીસે કંઇપણ કહેવાની મનાઇ કરી દીધી છે.
આ વિસ્તારના કેટલાક લોકોએ આ ઘટના માટે ભાજપને જવાબદાર ગણાવ્યા તો પાર્ટીના પૂર્વ જિલ્લાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પ્રેમસ્વરૂપ પાઠકે સ્પષ્ટપણે કહ્યું કે ભાજપને આ ઘટના સાથે કોઇ લેવાદેવા નથી. બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર ભગવો રંગ લગાવવાની ઘટના માટે ભાજપ પર આરોપ લગાવવો પાયાવિહોણો છે. જોકે તેમણે એમપણ કહ્યું કે ત્યાં ભગવા રંગનો પ્રશ્ન છે તો ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે.
નોંધનીય છે કે બદાયૂં જિલ્લા સમાજવાદી પાર્ટી (સપા)નો ગઢ ગણવામાં આવે છે. અહીં લાંબા સમયથી મુલાયમ સિંહ યાદવના પરિવારના સભ્ય સાંસદ છે. જોકે અહીં મુલાયમ સિંહ યાદવના ભત્રીજા ધમેંદ્ર પ્રધાન સાંસદ છે.