ઝી મીડિયા/બ્યૂરો :સુપ્રિમ કોર્ટે SC/ST એક્ટમાં સંશોધનના ચુકાદાને યથાવત રાખ્યો છે. હવે એસસી-એસટી સંશોધન કાયદા મુજબ, ફરિયાદ મળવા પર તરત એફઆઈઆર દાખલ થશે અને ધરપકડ થશે. હકીકતમાં, 20 માર્ચ, 2018ના રોજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ, 1989ના થઈ રહેલા દુરુપયોગને ધ્યાનમાં રાખીને સુપ્રિમ કોર્ટે આ અધિનિયમ અંતર્ગત મળનારી ફરિયાદ પર સ્વત એફઆઈઆર અને ધરપકડ પર પ્રતિબંધ મૂક્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત : કારખાનામાં લાગેલી આગમાં અંદર સૂઈ રહેલા બે કર્મચારીઓ હોમાઈ ગયા 


Oscars 2020: બહુચર્ચિત ફિલ્મ ‘જોકર’ના Joaquin Phoenixને મળ્યો બેસ્ટ એક્ટરનો ઓસ્કાર

ત્રણ જજોની બેન્ચે સંભળાવ્યો નિર્ણય
જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટની પીઠે 2-1થી નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા પોતાના પહેલા નિર્ણયમાં કરાયેલ સંશોધનને યથાવત રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સંસદમાં કાયદામાં સંશોઝન કરતા એસસી/એસટી કાયદા અંતર્ગત તરત ધરપકડ પર કોઈ આરોપીને આગોતરા જામીન આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.


સરકારે બદલ્યો હતો સુપ્રિમ કોર્ટનો નિર્ણય
સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે સંસદના માધ્યમથી કાયદામાં બદલાવ કર્યો હતો અને પહેલાના કાયદાના પ્રાવધાનને દૂર કર્યો હતો. આ કાયદાકીય બદલાવને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેના પર સુનવણી બહાદ નિર્ણય સુરક્ષિત રાખી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટે મંગળવારે પોતાના એ જૂના નિર્ણયને પરત લઈ લીધો છે, જેમાં સુપ્રિમ કોર્ટની ડબલ બેન્ચે એસસી-એસટીમાં ધરપકડને છૂટ આપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશભરના મહત્વના સમાચાર જોવા માટે કરો ક્લિક