ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ! 15 થી વધુના મોત, કંપનીમાં હાજર હતા 300થી વધુ કર્મચારીઓ
Breaking News: મળતી માહિતી મુજબ આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં આવેલી કેમિકલ કંપનીમાં આ દુર્ઘટના બની છે. જેમાં કેમિકલ કંપનીના રિએક્ટરમાં મોટો વિસ્ફોટ થયો છે. કંપનીમાં થયેલાં ભયાનક વિસ્ફોટમાં 15 કામદારોના મોત નિપજ્યાં હોવાના સમાચાર મળી રહ્યાં છે.
વિસ્ફોટમાં 15 કામદારોના મોત, અનેક લોકો ઘાયલ
રિએક્ટરમાં બ્લાસ્ટની દુર્ઘટનામાં વધી શકે છે મૃત્યુઆંક
ફાર્મા કંપનીના યુનિટમાં રિએક્ટરમાં મોટો બ્લાસ્ટ
આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં બની મોટી દુર્ઘટના
આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના! કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ
ઘટના સમયે કંપનીમાં હતા 300થી વધુ કર્મચારીઓ
Andhra Pradesh Blast: બુધવારનો દિવસ એક કંપનીના કર્મચારીઓ માટે માતમના સમાચાર લઈને આવ્યો. કર્મચારીઓ કંપનીમાં કામ કરી રહ્યાં હતા એ દરમિયાન જ અચાનક વિનાશક વિસ્ફોટ થયો અને જોતજોતામાં અનેક જિંદગીઓ વિકરાળ આગમાં બળીને ભડથું થઈ ગઈ. આ ઘટના બની છે આંધ્રપ્રદેશની એક ફાર્મા કંપનીમાં. આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં આવેલી એક ફાર્મા કંપનીમાં આ દુર્ઘટના બની છે.
મળતી માહિતી મુજબ આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં આવેલી કેમિકલ કંપનીમાં આ દુર્ઘટના બની છે. જેમાં કેમિકલ કંપનીના રિએક્ટરમાં મોટો વિસ્ફોટ થયો છે. કંપનીમાં થયેલાં ભયાનક વિસ્ફોટમાં 15 કામદારોના મોત નિપજ્યાં હોવાના સમાચાર મળી રહ્યાં છે. જ્યારે આ ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હજુ પણ મૃત્યુઆંક વધે તેવી આશંકા સેવાઈ રહી છે.
અચ્યુતપુરમ SEZ સ્થિત એક કંપનીમાં રિએક્ટરમાં બ્લાસ્ટ થયો છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માત બાદ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના લંચ સમયે બની હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના સ્થળના વિઝ્યુઅલમાં રિએક્ટરમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. હાલ બચાવ કાર્ય ચાલુ છે.
કંપનીમાં થયેલાં વિનાશક વિસ્ફોટની ઘટના અને અનેક લોકોના મોતની ખબરને પગલે આંધ્રપ્રદેશના ગૃહ રાજ્યમંત્રી વાંગલાપુડી અનિતાએ જિલ્લા કલેક્ટર અને એસપીને તાત્કાલિક વિસ્ફોટની જગ્યાએ દોડાવ્યાં. ઘવાયેલા લોકોને તાત્કાલિક સારવાર મળે તેવી વ્યવસ્થા કરવા સરકારની સુચના.