Road Accident: ભગવાનનું નામ લઈને તીર્થ યાત્રા પર જઈ રહેલાં શ્રદ્ધાળુઓનો એક પુરપાટ ઝડપે આવતા ટ્રકે ભોગ લીધો. માતેલાં સાંઢની જેમ પુરપાટ ઝડપે આવેલાં હેવી ટ્રકે નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધાં. આ ઘટના બાદ આખું સરકારી તંત્ર દોડતું થઈ ગયું. ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ ઘટનાની નોંધ લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, આ ઘટના બની છે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં. જ્યાં મોત બનીને માતેલાં સાંઢની જેમ પુરપાટ ઝડપે લહેરાતો ટ્રક આવ્યો અને પૂર્ણગિરી જઈ રહેલા 11 ભક્તોને કચડી નાંખ્યાં. આ ઘટનામાં આંખના પલકારામાં જ ઘટના સ્થળ પર જ 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. શાહજહાંપુરમાં પથ્થરોથી ભરેલી ટ્રક પાર્ક કરેલી બસ સાથે અથડાતાં મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલ ઘણા ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. 


શાહજહાંપુરમાં શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 11 લોકોના આંખના પલકારામાં મોત થયા હતા. આ માર્ગ અકસ્માત ત્યારે થયો જ્યારે સીતાપુરથી પૂર્ણાગિરી જઈ રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ શાહજહાંપુરમાં ખાવા-પીવા માટે રોકાઈ હતી. તે જ સમયે પત્થરોથી ભરેલી ટ્રક રસ્તા પર કાબુ બહાર જઈને બસ સાથે અથડાઈ હતી અને તેના પર પલટી ગઈ હતી. જેના કારણે બસમાં સવાર મુસાફરોને કોઈ તક મળી ન હતી અને હોબાળો મચી ગયો હતો.


પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે બસ રોડની બાજુમાં ઉભી હતી. આ દરમિયાન એક પથ્થરો ભરેલું ડમ્પર બસ પર પલટી મારી ગયું હતું. આ ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યો. ઘટનામાં એવા ઘણા લોકો હતા જેમણે પોતાના ભાઈ, પિતા, માતા અને બાળકો ગુમાવ્યા છે. એવી અપેક્ષા છે કે સરકાર આજે જ મૃતકો અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરી શકે છે.


ટ્રક પથ્થરોથી ભરેલી હતી અને ક્રેન કે અન્ય મદદ પહોંચી ત્યાં સુધીમાં 11 લોકોના કરૂણ મોત થયા હતા. એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાનગી બસ ભક્તો સાથે સીતાપુરથી પૂર્ણાગિરી જઈ રહી હતી અને શાહજહાંપુરના એક ઢાબા પર ભોજન લેવા માટે રોકાઈ હતી. આ ઘટના ખુટાર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોલા બાયપાસ રોડ પર બની હતી, જ્યાં પથ્થરોથી ભરેલો ટ્રક ઢાબા પાસે પાર્ક કરેલી ખાનગી બસને અથડાયો હતો અને બસ પર જ પલટી મારી ગઈ હતી.


મામલાની તપાસ કરવાનો આદેશ-
આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 11 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુ પામેલાઓમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 3 કલાક સુધી ચાલેલા બચાવ અભિયાન બાદ ટ્રકની નીચેથી ઘણા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તમામ ઘાયલોને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળે છે કે એક ખાનગી બસ સીતાપુરથી શ્રદ્ધાળુઓ સાથે પૂર્ણગિરી દર્શન માટે જઈ રહી હતી ત્યારે ટ્રક રોડની બાજુમાં ઉભેલી બસ પર પલટી ગઈ હતી. હાલ તમામ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના બાદ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.


મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતની નોંધ લીધી હતી-
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શાહજહાંપુરમાં માર્ગ અકસ્માતની નોંધ લીધી છે. સીએમ યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અને અધિકારીઓને તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના પણ આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. તેમજ ઈજાગ્રસ્તોના જલદી સાજા થવાની કામના કરી હતી.