• બિહારમાં પુલ'ગ્રહણ'

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    બિહારમાં પુલ પરથી પસાર થાવ તો સાવધાન!

  • નાના-મોટા બ્રિજ ધડામ કરતાં ધ્વસ્ત

  • 15 દિવસમાં બિહારના 12 બ્રિજ ધડામ

  • દર બીજા દિવસે પડી રહ્યો છે બિહારનો પુલ

  • પુલ પડવા પાછળ આખરે કોણ જવાબદાર?


ઝી બ્યૂરો, અમદાવાદઃ બિહારમાં પુલ પડવાનો સિલસિલો સતત ચાલી રહ્યો છે... 18 જૂનથી અત્યાર સુધી બિહારમાં કુલ 12 પુલ પાણીમાં સમાઈ ગયા છે... જૂના કે નિર્માણાધીન એક-એક પુલ જળસમાધિ લઈ રહ્યા છે... બુધવારે તો રાજ્યના 2 જિલ્લામાં 5 પુલ ધરાશાયી થઈ ગયા... જેના કારણે મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો... સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં શું માગણી કરાઈ/... સરકારના મંત્રીઓ અને નેતાઓનો શું તર્ક છે?... જાણો વિગતવાર માહિતી આ અહેવાલમાં...


  • એક નેતા કહે છે, પુલ પડવા પાછળ કોઈ કાવતરું છે

  • બીજા નેતા કહે છે, પુલ પડવા પાછળ અમારી જવાબદારી નથી

  • પાણીથી તૂટી જાય છે પુલ, ફરીથી બનાવીશું, એવી સ્પષ્ટતા


એકબાજુ બિહારમાં પુલ પડવાનો સિલસિલો ચાલુ છે... અને બીજીબાજુ સરકારમાં બેઠેલા આ નેતાઓ આવા જવાબ આપી રહ્યા છે... શું થઈ ગયું છે આ નેતાઓને?... પોતાની નૈતિક જવાબદારી સ્વીકારવાની જગ્યાએ બીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે... કેમ રાજકીય નેતાઓ આવું કરી રહ્યા છે?... તેના માટે બિહારમાં રોજેરોજ પડી રહેલા ભ્રષ્ટાચારના બ્રિજ જવાબદાર છે... 


બિહારમાં લગભગ રોજ નવો, જૂનો કે નિર્માણાધીન બ્રિજ એક-એક કરીને જળસમાધિ લઈ રહ્યો છે... બુધવારે તો હદ થઈ ગઈ.. કેમ કે બે જિલ્લા સિવાન અને છપરામાં એક જ દિવસમાં 5 પુલ ધડામ કરતાં ધ્વસ્ત થઈ ગયા... એવું લાગે છે કે બિહારમાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ પુલ પડવાની મોસમ શરૂ થઈ ગઈ છે... 


સતત પડી રહેલી પુલ પડવાની ઘટનાઓના કારણે નીતિશ સરકારની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે... કેમ કે આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં PIL કરવામાં આવી છે... જેમાં...રાજ્યમાં હાલના અને વર્ષો જૂના નાના-મોટા પુલના સરકારી નિર્માણનું સ્ટ્રાક્ચરલ ઓડિટ કરાવવાનો આદેશ કરવામાં આવે... પુલ સહિત સરકારી નિર્માણના રિયલ ટાઈમ મોનિટરીંગ માટે યોગ્ય વ્યવસ્થા અંતર્ગત એક નીતિ અને તેની ગાઈડલાઈન તૈયાર કરવામાં આવે... અરજીમાં છેલ્લાં 2 વર્ષમાં બે મોટા પુલ અને 10 નાના, મધ્યમ અનેક પુલના ધોવાઈ જવાની, તૂટી પડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે... 


બિહારમાં પુલ પડવાના કારણે તે વિસ્તારના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે... પરંતુ રાજકીય પક્ષો તેમની રાજનીતિ કરવામાં વ્યસ્ત છે... વિપક્ષના નેતા તરીકે તેજસ્વી યાદવે ટ્વીટ કરીને સરકારને સવાલ પૂછ્યો...4 જુલાઈએ સવારમાં બિહારમાં વધુ એક પુલ પડી ગયો. 3 તારીખે 5 પુલ ધ્વસ્ત થયા. 18 જૂનથી લઈને અત્યાર સુધી 12 પુલ પડી ગયા છે... પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમાર આ સિદ્ધિઓ પર એકદમ મૌન અને નિરુત્તર છે... વિચારી રહ્યા છે કે આ મંગળકારી ભ્રષ્ટાચારને જંગલરાજમાં કેવી રીતે પરિવર્તિત કરે?...
બિહારમાં પુલ પડવા અંગે જ્યારે સરકારમાં બેઠેલા મંત્રીઓ અને નેતાઓને પૂછવામાં આવતાં તેમણે કંઈક આવો ઉડાઉ જવાબ આપ્યો હતો...


આ તરફ બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ કહ્યું કે આ અતિ ગંભીર મામલો છે... સરકાર તેને લઈને એક્શનમાં છે... આ મામલે કમિટી પણ બનાવવામાં આવી છે અને જે જવાબદાર હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે... 


બિહારમાં પુલ પડવાની ઘટનાનો અવિરત સિલસિલો ચાલી રહ્યો છે... જેણે ચોક્કસથી નીતિશ સરકાર સામે  અનેક સવાલ ઉભા કર્યા છે... ત્યારે આશા રાખીએ કે આ મામલે સરકાર કોઈક પગલાં ઉઠાવે... જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય....