નવી દિલ્હીઃ  દિલ્હાના શાહીન બાગને મિની પાકિસ્તાન ગણાવવાના નિવેદન પર મોડલ ટાઉન વિધાનસભાથી ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાની મુશ્કેલીમાં વધારો થયો છે. આ નિવેદનને લઈને ચૂંટણી આયોગે ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા પર ચૂંટણી પ્રચાર કરવા પર 48  કલાકનો પ્રતિબંધ લગાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના મોડલ ટાઉનથી ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાએ શાહીન બાગને મિની પાકિસ્તાન કહ્યું હતું. આ સિવાય કપિલ મિશ્રાએ તે પણ ટ્વીટ કર્યું હતું કે આઠ ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીના રસ્તા પર 'હિન્દુસ્તાન અને પાકિસ્તાન'નો મુકાબલો થશે. 


આ મામલામાં ચૂંટણી પંચે કપિલ મિશ્રાને નોટિસ મોકલી હતી. કપિલ મિશ્રાએ નોટિસનો જવાબ પણ આપ્યો હતો. ત્યારબાદ પંચે કપિલ મિશ્રા પર પગલા લીધા છે. આ મામલાને લઈને દિલ્હી પોલીસ કપિલ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધી ચુકી છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે દિલ્હી પોલીસને કપિલ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. 


આ સિવાય ચૂંટણી પંચે કપિલ મિશ્રાને મિની પાકિસ્તાનના નિવેદન પર કારણ દર્શાવો નોટિસ ફટકારી હતી. ગુરૂવારે ચૂંટણી અધિકારી બનવારી લાલે કપિલ મિશ્રાને નોટિસમાં કહ્યું હતું કે, શાહીન બાગ પર તમારા નિવેદનને લઈને મીડિયામાં ઘણા સમાચાર આવ્યા છે, જેમ કે દિલ્હીમાં નાના-નાના શાહીન બાગ બની ગયા છે, શાહીન બાદમાં પાકની એન્ટ્રી અને આઠ ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન અને આઠ ફેબ્રુઆરીએ દિલ્હીના રસ્તા પર હિન્દુસ્તાન વિરુદ્ધ પાકિસ્તાનનો મુકાબલો થશે. 


JNUના વિદ્યાર્થીના ભડકાઉ ભાષણનો વીડિયો વાયરલ, કહ્યું કે આસામને ભારતથી અલગ કરવું અમારી જવાબદારી


ચૂંટણી અધિકારીએ કહ્યું કે, આંચાર સહિતા અને જનપ્રતિનિધિત્વ કાયદા હેઠખ કોઈપણ પાર્ટી કે ઉમેદવારે એવી ગતિવિધિઓમાં સામેલ થવા પર પ્રતિબંધ છે, જે આપસમાં નફરત વધારી શકે છે કે વિભિન્ન જાતિ, સમુદાય, ધર્મ કે ભાષાની વચ્ચે તણાવ કે નફરત ઉભી કરે છે. તો આ નિવેદનોને લઈને તમારી વિરુદ્ધ કાર્યવાહી કેમ કરવામાં ન આવે?


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...