રાજસ્થાનના જયપુરથી દિલ્હી આવી રહેલી સ્લીપર બસમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે 10 થી 12 લોકો દાઝી ગયા છે. આ ઘટના ગુરુગ્રામમાં સિગ્નેચર ટાવર ફ્લાયઓવર પાસે ઘટી. દાઝી ગયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ પર જોકે કાબુ મેળવી લેવાયો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હજુ સુધી જો કે એ ખુલાસો નથી થયો કે બસમાં આગ કયા કારણે લાગી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું કહેવાય છે કે જયપુરથી દિલ્હી સ્લીપર બસ (AR 01 K 7707) જ્યારે બુધવારે મોડી સાંજે ગુરુગ્રામમાં સિગ્નેચર ટાવર ફ્લાયઓવર પાસે પહોંચી તો બસમાં આગ ભભૂકી ઉઠી. બસમાં ઘણા મુસાફર હતા જેઓ ચીસો પાડવા લાગ્યા. બસમાં લાગેલી આગ જોત જોતામાં વિકરાળ થવા લાગી હતી. તત્કાળ આગની સૂચના ફાયર વિભાગ અને પોલીસે આપવામાં આવી હતી. 


ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડે ભારે મહેનત બાદ બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો. એવું કહેવાય છે કે બસમાં લાગેલી આગની ઝપેટમાં આવવાના કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 10થી 12 લોકો દાઝી ગયા છે. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.