Breaking News Latest Update: શુક્રવાર સવારની શરૂઆત યુપીના સૌથી મોટા સમાચારોથી થઈ રહી છે. આજે યુપીના જ્ઞાનવાપીમાં ફરી એકવાર એએસઆઈના સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, શિવલીંગ મળ્યા બાદ વજૂખાના સીલ કરી દેવાયું હતું. હવે દરેક વસ્તુઓની ફરી એકવાર તપાસ થશે અને તેના આધારે જ સર્વે કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટના ચુકાદાને હિન્દુ પક્ષે જીત ગણાવી છે. સર્વે રોકવાની મુસ્લિમ પક્ષની માંગ અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી છે. મુસ્લિમ પક્ષ આ મામલે હજુ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.


વર્ષોથી છુપાયેલું સત્ય બહાર આવશે. હાલ યુપીનું વારાણસી શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ખાસ કરીને જ્ઞાનવાપી મસ્જિદની આસપાસના વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવાઈ છે. ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી હતી, ત્યારબાદ ASI સર્વેનો રસ્તો સાફ થઈ ગયો હતો. જે બાદ આજે ASIની ટીમે જ્ઞાનવાપીમાં સર્વેની કામગીરી શરૂ કરી હતી.