Sameer Wankhede ના પત્નીએ કહ્યું- મારા પતિ પ્રમાણિક, તેમના કામથી અનેક લોકો પરેશાન
પતિ પર લાગેલા આ આરોપો પર હવે સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડેએ જવાબ આપ્યા છે.
મુંબઈ: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સતત નવા વળાંક આવી રહ્યા છે. કેસમાં સાક્ષી એવા પ્રભાકર સાઈલ દ્વારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર 8 કરોડ રૂપિયાની વસૂલીના આરોપ લગાવવામાં આવ્યા છે. હવે આ મામલે એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે. જેમા જણાવવામાં આવી રહ્યું છે કે પ્રભાકર સાઈલે પૈસા લઈને આ કામ કર્યું છે. જો કે Zee 24 કલાક આ સ્ટિંગની પુષ્ટિ કરતું નથી. બીજી બાજુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકે ટ્વીટ કરીને એક નવો લેટર શેર કર્યો છે અને દાવો કર્યો છે કે એનસીબીના એક અધિકારીએ તેમને આ પત્ર આપ્યો છે. તેમણે સમીર વાનખેડે અને તેમની ટીમ પર 26 આરોપ લગાવ્યા છે. પતિ પર લાગેલા આ આરોપો પર હવે સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડેએ જવાબ આપ્યા છે.
સમીરના આખા ગામનું સર્ટિફિકેટ જોઈ લો
સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ રેડકરે તમામ આરોપો પર કહ્યું કે આ તમામ દાવા ખોટા છે અને જો તેમના (નવાબ મલિક) પાસે એવો કોઈ પુરાવો હોય તો તેઓ કોર્ટમાં રજુ કરે તો તેના પર ન્યાય થશે. ટ્વિટર પર કોઈ કઈ પણ લખી શકે છે. જે સાચું ન થઈ જાય. નવાબ મલિકના ખોટા સર્ટિફિકેટના આરોપ પર ક્રાંતિએ કહ્યું કે સમીર વાનખેડેના આખા ગામનું સર્ટિફિકેટ જોઈ લો. તેમના આખા વાનખેડે પરિવારનું સર્ટિફિકેટ જોઈ લો. એક વ્યક્તિ ખોટું સર્ટિફિકેટ બનાવી શકે, આખું ગામ થોડી બનાવી શકે.
Drugs Case: નવાબ મલિકના સમીર વાનખેડે પર 26 નવા આરોપ, જ્યારે સ્ટિંગ ઓપરેશનથી સામે આવી આ ચોંકાવનારી વાત
એનસીપી નેતા નવાબ મલિકનો નવો દાવો
અત્રે જણાવવાનું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકે ટ્વીટ કરીને એક નવો લેટર શેર કર્યો છે અને દાવો કર્યો છે કે એનસીબીના એક અધિકારીએ તેમને આ પત્ર આપ્યો છે. તેમણે સમીર વાનખેડે અને તેમની ટીમ પર 26 આરોપ લગાવ્યા છે. લેટર શેર કરતા નવાબ મલિકે કહ્યું કે એક જવાબદાર નાગરિક તરીકે હું આ પત્ર ડીજી નાર્કોટિક્સને ફોરવર્ડ કરી રહ્યો છું અને તેમને ભલામણ કરું છું કે આ પત્રને સમીર વાનખેડે પર થઈ રહેલી તપાસમાં સામેલ કરવામાં આવે. લેટરમાં દાવો કરાયો છે કે સમીર વાનખેડે અને તેમની ટીમે લોકોના ઘરોમાં તલાશી દરમિયાન ડ્રગ્સ રાખીને ખોટા કેસ બનાવ્યા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube