તહેવારોમાં મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી, 9 મુસાફરો ઘાયલ, 2 ની હાલત ગંભીર
Breaking News: તહેવારોની સિઝનમાં પોતાના વતન જવા માટે મુંબઈમાં વરસતા પરપ્રાંતિયો રેલવે મથકો પર ભારે ભીડ જમાવી રહ્યાં છે. મહારાષ્ટ્રના મુંબઈમાં બાંદ્રા રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં 9 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 2 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
Bandra Railway Station Stampede: દેશભરમાંથી લોકો દિવાળી અને છઠ પૂજા માટે તેમના ઘરે જઈ રહ્યા છે. કેટલાકે મહિનાઓ પહેલા રિઝર્વેશન કરાવ્યું હતું, જ્યારે કેટલાક ટિકિટ વિના તેમના ઘરે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈમાં બાંદ્રા રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં 9 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 2 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.