Odisha Train Accident: ઓડિશા ટ્રેન અકસ્માત કઈ રીતે થયો? જાણો શું છે સાચી હકીકત
Odisha Train Accident: ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલવે સ્ટેશન પર કોરોમંડલ એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 50 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 350 થી વધુ લોકો ઘાયલ થયા છે.
Odisha Train Accident: ઓડિશામાં બનેલી ઘટનાએ હાલ સમગ્ર રાજ્યમાં હડકંપ મચાવી દીધો છે. ત્યાંનું સરકારી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપી આવતી ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી જવાની ઘટના બની છે. કોરોમંડલ એક્સપ્રેસ પટરી પરથી ઉતરી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં પ્રાપ્ત માહિતી મુજબ અંદાજે 50થી વધુ મુસાફરોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં અંદાજે 350થી વધુ લોકો ઘાયલ થયા છે.
કેવી રીતે થઈ દુર્ઘટનાઃ
હાલમાં આ અકસ્માતમાં થયેલા નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ આશંકા છે કે ઘણા લોકો માર્યા ગયા છે. હાલ સત્તાવાર રીતે એવી માહિતી સામે આવી છેકે, આ દુર્ઘટનામાં 50 લોકોના મોત થયા છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે બંને ટ્રેનો એક જ લાઈનમાં આવવાને કારણે આ ભયાનક દુર્ઘટના થઈ છે. જાણવા મળી રહ્યું છે કે સિગ્નલ ફેલ થવાના કારણે બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવીને ટકરાઈ હતી.
1 માલ ગાડી અને બે પેસેન્જર ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં 50 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 350 થી વધુ લોકો ઘાયલ થયા છે. ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા મૃતકના પરિવારને 10-10 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. જ્યારે ગંભીર રીતે ઘવાયેલાં લોકોને 2-2 લાખની સહાયની જાહેરાત કરાઈ છે.
ઓડિશાના બાલાસોરમાં મોટી ટ્રેન દુર્ઘટનાની વિગતો સંક્ષિપ્તમાંઃ
બાલાસોરમાં 3 ટ્રેનોની થઈ ટક્કર
ટ્રેન અકસ્માતમાં 50 લોકોનાં મૃત્યુ
અકસ્માતમાં 350 લોકોને પહોંચી ઈજા
પીએમ મોદીએ રેલમંત્રી પાસેથી મેળવી જાણકારી
પીએમએ પીડિત પરિવારો માટે વ્યક્ત કરી સંવેદના
રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં
માલગાડી સાથે દુરંતો ટ્રેન અથડાઈ ત્યારબાદ કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અથડાતાં સર્જાઈ મોટી દુર્ઘટના
મૃતકોના પરિવારજનોને 10-10 લાખની સહાય
ગંભીર ઘાયલોને 2-2ની લાખની સહાય
ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય
એનડીઆરએફ અને એસડીઆરએફ સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી આવી
દુર્ઘટનાને પગલે હેલ્પલાઈન નંબર પણ ચાલુ કરવામાં આવ્યો છે
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ હરિ કૃષ્ણ દ્વિવેદીએ કહ્યું, કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના વિશે અમને માહિતી મળતાની સાથે જ અમે રેલવે અધિકારીઓનો સંપર્ક કર્યો. અમે અમારો કંટ્રોલ રૂમ પણ સક્રિય કર્યો છે. અમે ઓડિશા સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. બંગાળની એક ઉચ્ચ સ્તરીય ટીમ પણ બાલાસોર જવા રવાના થઈ ગઈ છે.